સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોએ ખાંભા અને ધારીમાં ફાર્મહાઉસમાં બેઠક કરી,

0
7

અમરેલી. રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક રાજીનામા આપવા લાગ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને ગત શનિવારે રાજકોટનાનિલસિટી ક્લબમાં બોલાવી લેવાયા હતા. બાદમાં ગઇકાલે ગઢડા, રાજુલા ગયા હતા. આજે ખાંભા 12 ધારાસભ્યો પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી.બાદમાં તમામ ધારાસભ્યો ધારી જવા રવાના થયા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યો ધારી પહોંચ્યા હતા. ધારીમાં દલખાણીયા રોડ પર જિલ્લા પંચાયતના સદસ્યના ફાર્મ હાઉસમાં કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આગામી ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરી હતી. ફાર્મ હાઉસમાં ધારાસભ્યોએ કેરીની લિજ્જત માણી હતી. આ બેઠકમાં અર્જુન મોઢવાડીયા, હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ખાંભામાં  ડો.કિર્તીકુમાર બોરીસાગરના નિવાસસ્થાને  બેઠક કરી
ભામાં ડો.કિર્તીકુમાર બોરીસાગરના નિવાસસ્થાને  તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીને ધ્યાને રાખીને તમામ ધારાસભ્યોએ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ખાંભા બાદ ચલાલામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય જે.વી. કાકડીયાના ઘરે ધરણાં કરવા જવાના હતા પરંતુ કોઇ કારણોસર ધરણાં ત્યાં કરવાના બદલે ખાનગી જગ્યાએ કર્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

આટલા ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં

1.પરેશ ધાનાણી (વિપક્ષ નેતા)
2. ભીખાભાઇ જોશી (ધારાસભ્ય-જૂનાગઢ)
3. મોહમદ જાવેદ પીરજાદા(ધારાસભ્ય-વાંકાનેર)
4. પ્રતાપ દુધાત (ધારાસભ્ય-સાવરકુંડલા)
5. લલિત કગથરા (ધારાસભ્ય- ટંકારા)
6. લલિત વસોયા (ધારાસભ્ય- ધોરાજી)
7. ચિરાગ કાલરીયા(ધારાસભ્ય-જામજોધપુર)
8. ભગવાનભાઈ બારડ (ધારાસભ્ય-તાલાળા)
9.મોહનભાઈ વાળા (ધારાસભ્ય-કોડીનાર)
10.વિમલભાઇ ચુડાસમાં
11.અમરીશભાઈ ડેર (ધારાસભ્ય રાજુલા)
12. કનુભાઈ બારૈયા – (તળાજા)
13. વિરજી ઠુંમર- (બાબરા)