વડોદરા : રોડ, ડ્રેનેજ અને દૂષિત પાણીની સમસ્યાને લઇને કોંગ્રેસે મ્યુનિ. કમિશનરને જનતા મેમો આપ્યો,

0
0

વડોદરા શહેરમાં રોડ, ડ્રેનેજ તેમજ દૂષિત પાણી સહિતની સમસ્યાઓથી પીડાતા શહેરીજનોને સુવિધાઓ પૂરી પાડવા અને ભ્રષ્ટાચારીઓને સજા આપવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને જનતા મેમો આપ્યો હતો અને શહેરીજનોની સમસ્યાઓનું વહેલીતકે નિવારણ લાવવા અંગે રજૂઆત કરી હતી. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

પાલિકા પ્રજાને વેરાનું વળતર આપતી ન હોવાનો આક્ષેપ
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કોરોના સામે લડી રહેલા વડોદરા શહેરના લોકો પાલિકાના અંધેર વહીવટીતંત્ર સામે પણ લડી રહ્યા છે. ગુજરાતના અન્ય શહેરો કરતા વડોદરાના લોકો ત્રણ ઘણો વેરો ભરી રહ્યા છે, પરંતુ, પાલિકા વેરાનું વળતર આપવામાં ધરાર નિષ્ફળ ગયું છે. વડોદરા શહેરના માર્ગોની હાલત બિસ્માર થઇ ગઇ છે. શહેરનો એવો એક પણ સારો માર્ગ નથી કે, જ્યાં ખાડા અને ભૂવા ન પડ્યા હોય, ખરાબ રસ્તાઓના કારણે લોકોના વાહનોનું આયુષ્ય ઓછું થઇ રહ્યું છે. આ ઉપરાંત પાલિકા શુદ્ધ પાણી આપવામાં પણ નિષ્ફળ ગઇ છે. સાથે ડ્રેનેજ અને સફાઇ કરવામાં પણ નિષ્ફળ ગયું છે.

ડહોળા પાણી અને દુર્ગંધ મારતા પાણીથી કોરોના સાથે પાણીજન્ય રોગચાળાનો ભય
આવેદનપત્રમાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, વડોદરા શહેરમાં ડહોળું અને દુર્ગંધ મારતું પાણી હોવાથી લોકોને કોરોનાની સાથે હવે પાણીજન્ય રોગચાળાનો પણ ડર સતાવી રહ્યો છે. આવનારા દિવસોમાં વડોદરાના લોકોને કોરોનાની સાથે પાણીજન્ય રોગચાળાનો પણ સામનો કરવો પડશે. ભ્રષ્ટ વહીવટ અને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે શહેરની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે, પરંતુ, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તે શહેરમાં દેખાતો નથી.

મ્યુનિસિપલ કમિશનરને જનતા મેમો આપી રહેલા કોંગ્રેસ અગ્રણીઓ
(મ્યુનિસિપલ કમિશનરને જનતા મેમો આપી રહેલા કોંગ્રેસ અગ્રણીઓ)

 

શહેરીજનોને વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા કોંગ્રેસની રજૂઆત
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, આજે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અનિલ પરમાર, ચિરાગ ઝવેરી, ફરીદ કટપીસવાલા, પ્રવક્તા અમીત ગોટીકર સહિત કોંગ્રેસના કાર્યકરો આજે બેનર્સ અને પોસ્ટર્સ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા. અને મ્યુનિસિપલ કમિશનરને પ્રજા વતી જનતા મેમો આપવામાં આવ્યો હતો. સાથે આવેદનપત્ર આપીને વડોદરા શહેરના લોકોને વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

રસ્તાઓ, દૂષિત પાણી, ડ્રેનેજની સફાઇની કામગીરી શરૂ કરી દેવાઇઃ મ્યુનિ. કમિશનર
મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે, વિપક્ષ અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી અણોને ચોમાસાના કારણે તૂટી ગયેલા રસ્તાઓ, દૂષિત પાણી અને ડ્રેનેજની અંગેની ફરિયાદો મળી છે. આ બાબતે પાલિકા દ્વારા પ્રાયોરિટીના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સૌથી પ્રથમ વડોદરાના લોકોને શુદ્ધ પાણી મળે તે માટેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. સાથે રસ્તા અને સફાઇ માટે પણ અધિકારીઓ સાથે મિટીંગ કરી જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here