ગાંધીનગર : કૃષિ બિલ સામે કોંગ્રેસનો વિરોધ, રાજભવન સુધી રેલીનું આયોજન

0
0

કેન્દ્ર સરકાર દ્વારા લાવવમાં આવેલા કૃષિ બિલનો વિરોધ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં આની વ્યાપક અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આંદોલન છેડાયું છે. કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ ઉગ્ર દેખાવો કરી રહ્યુ છે.

વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે.

ખેડૂતો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે ચોમાસુ સત્રમાં સંસદ દ્વારા પસાર કરાયેલા ખેડૂતો અને ખેતી સંબંધિત બિલોને સંમતિ આપવામાં આવી છે. જેને લઇને જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ખાતે દેખાવો કરવામાં આવી રહ્યાં છે. કૃષિ બિલને ખેડૂત વિરોધી હોવાનું દર્શાવી કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસર સામે સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ નેતાઓ સરદાર પટેલની પ્રતિમાથી રાજભવન સુધી કૂચ કરશે.

જણાવી દઇએ, સંસદના બંન્ને ગૃહોએ 3 મહત્વના કૃષિ બિલના વિરોધમાં વિપક્ષમાં સામેલ રાજકીય પક્ષો સહિત કિસાન સંગઠનો દ્વારા 25 સપ્ટેમ્બર શુક્રવારે ભારત બંધ બોલાવવામાં આવ્યું હતું. જેની સૌથી વધુ અસર ઉત્તર ભારત, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળી હતી.

રાષ્ટ્રપતિએ કિસાન બિલોને મંજૂરી આપી

સંસદમાં ગત સપ્તાહે ખેડૂતો સાથે સંકળાયેલાં 3 બિલો પાસ થયાં હતાં. તેના વિરોધમાં રાજ્યસભામાં હોબાળો કરનારા 8 વિપક્ષી સાંસદોને સભાપતિ વેંકૈયા નાયડુએ સસ્પેન્ડ પણ કર્યા હતા. તે પછી વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને બિલોને પરત મોકલવાની માગ કરી હતી. જોકે રાષ્ટ્રપતિએ રવિવારે બિલોને મંજૂરી આપી.

બિલોના વિરોધમાં શિરોમણિ અકાલી દળના નેતા અને મોદી કેબિનેટમાં ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર રહેલા હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું હતું. શનિવારે અકાલી દળે એનડીએથી અલગ થવાની જાહેરાત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here