વડોદરા : પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ : પેટ્રોલિયમ મંત્રીના પૂતળાનું ફાંસી આપી દહન, 8ની અટકાયત

0
3

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના કરવામાં આવેલા ભાવવધારા મુદ્દે આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અગ્રણીઓ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં સાઈકલ લઇને રસ્તા પર આવીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને પેટ્રોલિયમ મંત્રી દેવેન્દ્ર પ્રધાનના પૂતળાને ફાંસી આપીને તેનું દહન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચોના સૂત્રોચ્ચારો કર્યાં હતા. પોલીસે કોંગ્રેસના 8 કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસે સોશિયલ ડિસ્ટનસના લીરેલીરા ઉડાવ્યા
આ કાર્યક્રમમાં મોટી સંખ્યા કોંગ્રેસી અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા. જોકે કોંગ્રેસના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહોતું. અને પોલીસની હાજરીમાં કોંગ્રેસે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા. કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોના ટોળેટોળા જોવા મળ્યા હતા.

કોંગ્રેસ અગ્રણીઓએ કલેકટરને આવેદન પત્ર આપ્યું
વડોદરા શહેર કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને આવેદન પત્ર આપીને પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવેલો ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.