રાજકોટ : ત્રિકોણબાગ ખાતે કૃષિ બિલને લઈને કોંગ્રેસના ધરણાં, કાર્યકર્તાઓ દો ગજ કી દૂરી ભૂલ્યા, અમિત ચાવડાએ માસ્ક વગર સંબોધન કર્યું.

0
17

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલા કૃષિ બિલને વિપક્ષ કોંગ્રેસે કાળો કાયદો ગણાવી આજે ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજ્યા છે. ત્યાર કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ઉલાળિયો કરીને વિરોધ કરતા જોવા મળ્યાં હતા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને જાણે કોરોનાનો કોઈ ડર ન હોય તેમ નિયમોનો ભંગ કરીને દેખાવો કરી રહ્યાં છે. કારણ કે કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા માસ્ક વગર સંબોધન કરતા જોવા મળ્યાં હતાં.

કૃષિ બિલને વિપક્ષે કાળો કાયદો ગણાવીને ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજાયા
(કૃષિ બિલને વિપક્ષે કાળો કાયદો ગણાવીને ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજાયા)

100થી વધુ કાર્યકરો ધરણાં પર બેઠા

કૃષિ બિલને વિપક્ષ કોંગ્રેસે કાળો કાયદો ગણાવીને શહેરના ત્રિકોણબાગ ખાતે ધરણાં યોજાયા છે. આ કાર્યક્રમમાં 100થી વધુ કાર્યકરો ધરણાં પર બેઠા છે. કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા માસ્ક વગર સંબોધન કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો નેવે મુક્કી એકબીજાની નજીક બેઠેલા જોવા મળ્યાં હતા. આ કાર્યક્રમમાં રાજીવ સાતવ સહિતના કોંગી નેતાઓ હાજર રહ્યાં છે.

પોલીસે ધરણાં કાર્યક્રમ યોજવા માટે હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી- અશોક ડાંગર

સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે નિવેદન આપતા કહ્યું કે કૃષિ વિરોધી જે કાયદા જે તેમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે. દેશમાં ખેડૂતોની આપઘાતના કેસ વધી રહ્યાં છે. જેથી આ કાયદાનો વિરોધ કરવા અમે લડત આપી રહ્યાં છીએ. ધરણાં માટે અમે મંજૂરી માંગી હતી. પરંતુ પોલીસે હા પણ નથી પાડી અને ના પણ નથી પાડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here