અમદાવાદની તમામ સ્કૂલ-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક પ્રોપર્ટી ટેક્સ માફ કરવા કોંગ્રેસની દરખાસ્ત

0
11

કોરોના મહામારીમાં કેસો સતત વધી રહ્યા છે. લોકડાઉન ખૂલ્યા બાદ સ્કૂલો, કોલેજો હજી સુધી શરૂ કરવામાં આવી નથી. અમદાવાદ શહેરમાં આવેલી અંદાજિત 1000 સ્કૂલ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓનો ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. આવતીકાલે શુક્રવારે મળનારી રેવન્યુ કમિટીની બેઠકમાં શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવશે.

છેલ્લા 8 મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ

કોરોનાના કેસો વધતાં રાજ્ય સરકારે સ્કૂલો અને કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને હજી સુધી શરૂ કરી નથી. છેલ્લા 8 મહિનાથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે ત્યારે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતી તમામ શૈક્ષણિક સંસ્થાઓનો ચાલુ વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો ઠરાવ લાવવામાં આવ્યો છે. કોર્પોરેશનની ખાલીબંધની નીતિ મુજબ અમદાવાદ શહેરની આશરે 1000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ટેક્સ માફ કરી દેવાનો ઠરાવ કાલે મળનારી બેઠકમાં મંજૂર કરવામાં આવશે. કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝ શેખ અને અઝરા કાદરીના ટકા સાથે આવેલી આ દરખાસ્તનો નિર્ણય રેવન્યુ કમિટીમાં લેવામાં આવશે.

કોર્પોરેશનની ખાલીબંધની નીતિ: શાહનવાઝ શેખે

કોંગ્રેસના કોર્પોરેટર શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે કોર્પોરેશનની ખાલીબંધની નીતિ છે જ અને તેનો લાભ શૈક્ષણિક સંસ્થાઓને પણ મળવો જોઈએ. કોરોના મહામારીના કારણે હજી સુધી આ સંસ્થાઓ બંધ છે ત્યારે તેમના ચાલુ વર્ષના પ્રોપર્ટી ટેક્સને માફ કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here