મોંઘવારી સામે મોરચો : પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન, દિલ્હીમાં કાર્યકર્તાઓની અટકાયત

0
4
  • રાહુલ ગાંધીએ સ્પીક અપ અગેન્સ્ટ ફ્યુઅલ હાઈક કેમ્પેઈનમાં જોડવા અપીલ કરી
  • બેંગલુરુમાં સીદ્ધારમેયા સાઈકલ લઈને પ્રદર્શનમાં ભાગ લેવા માટે નીકળ્યા

નવી દિલ્હી. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કમિટીના અમુક સભ્યોની પોલીસે અટકાયત કરી છે.

બીજી તરફ, બેંગલુરુમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સીદ્ધારમેયા સાઈકલ લઈને પ્રદર્શનમાં ભાગ લેવા માટે નીકળ્યા હતા.

પટના: કોંગ્રેસના કાર્યકરો સાઈકલ, ઘોડાગાડી અને બળદગાડા લઈને રસ્તા પર નીકળ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વિડીયો ટ્વીટ કરીને સ્પીક અપ અગેન્સ્ટ ફ્યુઅલ હાઈક કેમ્પેઈનમાં જોડવા અપીલ કરી છે. એક મીનીટના વિડીયોમાં મેસેજ દેવામાં આવ્યો છે કે, કોરોના અને ચીન સંકટ વચ્ચે સરકારે સામાન્ય માણસોને તેના હાલ પર છોડી દીધા છે. સતત 21 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરીને લુંટ મચાવી છે.

રાહુલે મેસેજ આપ્યો છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી પરેશાન લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરે અને તેમનો અવાજ સરકાર સુધી પહોચાડે.