સીડીએસની નિમણુંક સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

0
9

નવી દિલ્હી તા.1
કેન્દ્ર સરકારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ની નિયુક્તિ કરતા અને આ પદ ઉભું કરતા તેની સામે કોંગ્રેસે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે સરકારનું આ ખોટું પગલું છે.
કોંગ્રેસના પ્રવકતા મનીષ તિવારીએ જણાવ્યું છે કે રક્ષામંત્રીના પ્રધાન સૈન્ય સલાહકારની નિમણુંક બાદ ત્રણેય સેનાઓના પ્રમુખો તરફથી સરકારને અપાનાર સૈન્ય સૂચનોની શું અસર થશે?

શું સીડીએસની સલાહ સંબંધીત સેવા પ્રમુખોની સલાહથી વધુ મહત્વ રાખશે?

તિવારીએ ટવીટમાં વધુમાં જણાવ્યું હતું કે શું રક્ષામંત્રીને ત્રણેય સેનાઓના પ્રમુખ પોતાની રિપોર્ટ રક્ષા સચિવ કે સીડીએસના માધ્યમથી આપશે? તિવારીએ સવાલ કર્યો હતો કે રક્ષા સચિવની તુલનામાં સીડીએસની શક્તિઓ શું હશે. ઉલ્લેખનીય છે કે પુર્વ સેનાધ્યક્ષ બિપીન રાવતને દેશના પ્રથમ સીડીએસ નિયુક્ત કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here