અમદાવાદ : હાથરસ મામલે કોંગ્રેસની પ્રતિકાર રેલી, હાર્દિક પટેલ સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત

0
6

હાથરસની પીડિતાને ન્યાય અપાવવા માટે અમદાવાદના કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી આજે પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત શરૂ કરાઈ છે. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરાઈ છે. જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ છે. તો MLA ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને નજરકેદ કરાયા છે. રેલીમાં આવા નીકળે એ પહેલા જ પોલીસ ઘરે પહોંચી હતી.

કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી યોજાનારી આ રેલીમાં કૉંગ્રેસ સહિતના અન્ય પક્ષના જે કાર્યકર્તાઓ જોડાશે તેના કારણે પોલીસને ટોળા એકઠાં થવાની આશંકા છે. ટોળા એકઠાં થવાની કોરોના ફેલાવાની બીક છે તેથી પોલીસે આ રેલીની મંજૂરી આપી નથી. પોલીસે જણાવ્યું છે કે મંજૂરી ન હોવાથી પોલીસ અટકાયત કરશે. કાર્યવાહી થશે. આ અંગે અમદાવાદ પોલીસના સેકટર 1 જેસીપી રાજેન્દ્ર અસારીએ પ્રતિક્રિયા આપી છે.

દરમિયાન પ્રાપ્ત અહેવાલો મુજબ પ્રતિકાતર રેલી પહેલાં કૉંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે હાર્દિકની અમદાવાદના નિવાસસ્થાનેથી અટકાયતક કરી લીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ, હાર્દિક પટેલને સાંતેજ પોલીસ સ્ટેશને લઇ જવાયા છે.

પ્રતિકાર રેલીને મંજૂરી આપવામાં આવી નથી, છતાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી છે. તેથી પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા છે. જે પણ નેતાઓએ રેલીની આગેવાની કરી છે તેમની અટકાયત કરાઈ છે. કોવિડને કારણે કોઈ પણ વ્યક્તિને ટોળાશાહીમાં એકઠા થવાની મંજૂરી અપાતી નથી તેથી અટકાયત શરૂ કરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here