કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ- સૌરાષ્ટ્રની રણનીતિ રાજકોટમાં, ઉત્તરની અંબાજીમાં અને મધ્ય ગુજરાતની રણનીતિ આણંદમાં ઘડાશે

0
10
સૌરાષ્ટ્રના ધારાસભ્યોને ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટમાં લઇ જવાયા છે
  • ઉત્તર ઝોનના ધારાસભ્યો માટે અંબાજી નજીક વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં વ્યવસ્થા
  • મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉમેટા એરીસ રિવરસાઇડના એક ફાર્મમાં લઇ જવામાં આવ્યા
સૌરાષ્ટ્રના ધારાસભ્યોને ઇન્દ્રનીલ રાજ્યગુરુના રિસોર્ટમાં લઇ જવાયા છે

સીએન 24,ગુજરાત

અમદાવાદગુજરાતની 4 બેઠકો માટે 19 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ભાજપ પોતાના ત્રણેય ઉમેદવારો જીતાડવા માટે તો કોંગ્રેસ બન્ને બેઠકો અંકે કરવા માટે મથી રહી છે. જોકે હાલના રાજ્યના રાજકારણ પર નજર ફેરવીએ તો કોંગ્રેસના ધારાસભ્યો ટપોટપ રાજીનામા આપી રહ્યાં છે અને એવી ભીતિ પણ સેવાઇ રહી છેકે રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાંથી વધુ કેટલાક ધારાસભ્યોના રાજીનામા પડી શકે છે, જોકે હવે કોંગ્રેસના ધારાસભ્યો કયા પંથકમાંથી હશે તેને લઇને ચર્ચાઓ જાગી છે ત્યારે કોંગ્રેસ પોતાના ધારસાભ્યોના રાજીનામાને કેવી રીતે રોકવા એ દિશામાં વધારે વિચારી રહી છે. નવી રણનીતિના ભાગરૂપે આ વખતે ત્રણ ઝોનમાં ધારાસભ્યોને વહેંચીને તેમને અલગ-અલગ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે.  કોંગ્રેસે સૌરાષ્ટ્ર ઝોનના ધારાસભ્યોને રાજકોટમાં તો ઉત્તર ઝોનના ધારાસભ્યોને અંબાજી નજીક અને મધ્ય ઝોનના ધારાસભ્યોને આણંદ નજીક એક રિસોર્ટમાં ખસેડ્યા છે.  કોંગ્રેસ પોતાના આ રિસોર્ટ પોલિટિક્સમાં દરેક ઝોનની રણનીતિ ઘડશે જેથી ધારાસભ્યોને રાજીનામું આપતા રોકી શકાય અને રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને આંચકો આપી શકાય.

રાજકોટના નીલસીટી ક્લબમાં નવી રણનીતિ ઘડાશે
કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમયે નારાજ થઈને રાજીનામુ આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યાં છે.  સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સોંપવામાં આવી છે.  નિલસિટીમાં હાલ રોકાયેલા ધારાસભ્યોમાં લલિત વસોયા,  લલિત કગથરા, મોહમદ પીરજાદા, પરેશ ધાનાણી, વિક્રમ માડમ, મોહન વાળા અને  ભગવાનજી બારડ સામેલ છે.જ્યારે સાંજ સુધીમાં બીજા ધારાસભ્યો પહોંચી જાશે. જો કોઈ ધારાસભ્યને બહાર જવુ હશે તો પાર્ટીની મંજૂરી લેવી પડશે.

ઉત્તર ગુજરાત, સુરેન્દ્રનગર અને અમદાવાદના ધારાસભ્યો રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં
ઉત્તર ગુજરાતમાં 21 જેટલા ધારાસભ્યોને અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનની જાંબુડી વિસ્તારમાં આવેલી વાઈલ્ડ વિન્ડસ રિસોર્ટમાં વ્યવસ્થા કરવામા આવી છે. ગઈકાલે મોડી રાત સુધીમાં કેટલાક ધારાસભ્યોને લઇ રિસોર્ટમાં પહોંચ્યા હતા. જ્યારે બાકીના તમામ સોમવાર સુધી પહોંચશે. કોંગ્રેસ કુલ 8 ધારાસભ્યો ગુમાવ્યા બાદ બાકીના ધારાસભ્યોને વિવિધ રિસોર્ટમાં રાખી પોતે સલામત હોવાનું માની રહી છે. નરેશ રાવલ, નાથાલાલ પટેલ,  અશ્વિન કોટવાલ, લાખાભાઈ ભરવાડ,  રાજુભાઈ ગોહિલ,  રૂત્વિજ મકવાણા સહિતના ધારાસભ્યો હાજર છે. તેમની સાથે વરિષ્ઠ કોંગ્રેસી નેતા સિધ્ધાર્થ પટેલ છે.

આણંદના આંકલાવમાં મધ્ય ઝોનના ધારાસભ્યોને ઉતારો
રાજ્યસભાની ચૂંટણી પહેલા હજી 5થી 6 રાજીનામા પડશે તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે અને કહેવાય રહ્યું છેકે, તેમાં મધ્યગુજરાતના ધારાસભ્યો પણ હોઇ શકે છે. જેને લઇને રિસોર્ટ રણનીતિના ભાગરૂપે મધ્યગુજરાતના ધારાસભ્યોને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા એરીસ રિવરસાઇડના એક ફાર્મમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં આણંદ-ખેડા જિલ્લાના ધારાસભ્યો સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોંલકી બેઠક કરીને રાજયસભાની ચૂંટણી અંગે વ્યુહરચના માટે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું છે. રિસોર્ટમાં હાજર ધારાસભ્યોમાં કાંતિભાઇ સોઢા પરમાર(આણંદ)પુનમભાઇ પરમાર(તારાપુર)ઇન્દ્રજીતસિંહ ઠાકોર(મહુધા)નિરંજન પટેલ(પેટલાદ)રાજેન્દ્રસિંહ પરમાર (બોરસદ)કાળુસિંહ ડાભી(કપડવંજ)કાંતિભાઇ પરમાર (ઠાસરા)અજીતસિંહ ડાભીજયપાસસિંહ પઠિયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here