પંજાબમાં કોંગ્રેસની ખેતી બચાવો યાત્રા : રાહુલે કહ્યું- નવા કૃષિ બિલથી ખેડૂતો રાજી હોત તો પ્રદર્શન શા માટે કરત, અમારી સરકાર બની તો આ કાળા કાયદાને કચરાપેટીમાં ફેંકીશું

0
10

નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે પંજાબ ગયા છે. રાહુલે કહ્યું હતું કે આ કાયદાને કોવિડ મહામારીના સમયમાં લાગુ કરવાની શું જરૂર હતી? તેમણે ખેડૂતોને કહ્યું હતું કે હું તમને વિશ્વાસ આપું છું કે જ્યારે કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે આ ત્રણય કાયદાને ખતમ કરી દઈશું અને તેને કચરાપેટીમાં ફેંકી દઈશું.

રાહુલ અહીં ખેડૂતોના સમર્થનમાં ત્રણ દિવસ ટ્રેક્ટર રેલી કરશે. રાહુલ સાથે મોગામાં પંજાબના CM અમરિંદર સિંહ, કેસી વેણુગોપાલ, હરીશ રાવત અને નવજોત સિદ્ધુ પણ હતા.

રાહુલે કહ્યું-કાયદા અંગે ગૃહમાં ચર્ચા કેમ ન કરાય?

  • રાહુલે કહ્યું- જો તમારે કોઈ કાયદો લાગુ કરવો છે તો પહેલા તમારે તેના વિશે રાજ્યસભા અને લોકસભામાં ચર્ચા કરવી જોઈતી હતી.
  • “પ્રધાનમંત્રી કહે છે કે આ બિલ ખેડૂતો માટે બનાવાયું છે. જો આવું હોય તો ગૃહમાં ચર્ચા કેમ ન કરાય.”
  • “જો ખેડૂતો આ કાયદાથી ખુશ છે તો સમગ્ર દેશમાં તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે. પંજાબમાં દરેક ખેડૂત આ બિલનો વિરોધ કેમ કરી રહ્યો છે.”
  • મોગામાં રેલી પહેલા રાહુલે કહ્યું કે કાયદો એ ખેડૂતો સાથે દગો છે. આ કાયદાની મદદથી 23 અબજોપતિઓની નજર ખેડૂતોની જમીન અને પાક પર છે.
  • “વર્તમાન સિસ્ટમમાં ખામીઓ છે. તેને બદલવાની જરૂર છે. પરંતુ તેને નાબૂદ કરવાની જરૂર નથી. પ્રધાનમંત્રી મોદી તેને નાબૂદ કરવા માંગે છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here