કોંગ્રેસનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું નવા વર્ષમા સરકારે લોકો પર બોજ વધાર્યો

0
10

કોંગ્રેસે રેલ્વેનું ભાડું અને રાંધણ ગેસના ભાવમાં કરેલા વધારાને લઈને બુધવારે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે સરકારે સામાન્ય જનતાના ગજવા પર બોજ નાંખ્યો છે. પાર્ટી પ્રવક્તા સુષ્મિતાદેવે જણાવ્યું કે અમને દુઃખ છે કે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર બોજ પડ્યો છે. રેલ્વેનું ભાડું વધારવામા આવ્યું છે. એલપીજી સીલીન્ડરના ભાવ પણ વધી ગયા છે. તેમણે કહ્યું કે દેશને આશા હતી કે નવા વર્ષમાં સરકાર લોકોને રાહત આપશે પરંતુ સરકારે લોકો પર બોજ વધારી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલ્વેમા નવા વર્ષથી મુસાફરી કરવી મોંધી થઈ છે. જેમાં વર્ષ ૨૦૨૦ના પ્રથમ દિવસથી રેલ્વેનું ભાડું મોંધુ થયું છે. મંગળવારે આ અંગે રેલ્વેના આદેશ મુજબ ભારતીય રેલ્વેએ રાષ્ટ્રીય સ્તર પર મુસાફરી ભાડામા વધારો થયો છે.આદેશમા કહેવામાં આવ્યું છે કે ઉપનગરીય ભાડામાં વૃદ્ધી કરવામા આવી છે. જેમાં સામાન્ય, એર કંડીશન, ગેર ઉપનગરીય ભાડામા એક પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામા આવ્યો છે. આ ભાડું ૧ જાન્યુઆરીથી અમલી બનશે.

જયારે રેલ્વે મેલ/ એક્સપ્રેસ સામાન્ય ટ્રેનોના ભાડામા બે પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો થશે. એસી શ્રેણીમા ભાડું ચાર પૈસા પ્રતિ કિલોમીટર વધ્યું છે. જેમાં ભાડામા વધારો રાજધાની અને શતાબ્દી ટ્રેનોમા પણ લાગુ પડશે. રેલ્વે ભાડા વધારામાં પ્રીમીયમ ટ્રેનોમા પણ સામેલ કરી છે. જેમાં દિલ્હી- કોલક્ત્તા રાજધાની એક્સપ્રેસ જે ૧૪૪૭ કિલોમીટરનું અંતર કાપે છે તેના ભાડામા ૫૮ રૂપિયાનો વધારો થયો છે.

આ ઉપરાંત મોદી સરકારે નવા વર્ષની શરૂઆતમા જ લોકોને મોંધવારીની ભેટ આપી છે. જેમા પ્રથમ દિવસે જ એલપીજી ગેસ કંપનીઓ રાંધણ ગેસના સીલીન્ડરના ભાવમા ૧૯ રૂપિયાનો વધારો કરી દીધો છે. આ વધારાની સાથે હવે દિલ્હીમાં એલપીજી સીલીન્ડરનો ભાવ ૭૧૪ રૂપિયા થયો છે. જયારે ડિસેમ્બર માસમાં તેનો ભાવ રૂપિયા ૬૯૫ હતો. રાંધણ ગેસના ભાવમાં થોડા જ સમયમાં સતત પાંચમી વાર વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here