બાયડ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના ઘરમાં ગાબડું પાડતી કોંગ્રેસ : ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ કોંગ્રેસમાં જોડાતા હડકંપ 

0
10
બાયડ વિધાનસભા બેઠક પેટા ચૂંટણીમાં બેઠક જીતવા બંને મુખ્ય પક્ષો વચ્ચે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ચૂંટણીજંગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે બાયડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં ભારે હડકંપ મચ્યો હતો ઠાકોર સેનાના પૂર્વ અધ્યક્ષ સહીત ૭૦ જેટલા ઠાકોરસેનાના કાર્યકરોએ પંજાનો સાથ પકડતા રાજકીય ગરમાવો આવી ગયો છે  ધવલસિંહ ઝાલાના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલાએ ધવલસિંહ ઝાલાએ સમાજને છોડ્યો હોવાથી હું તેમની સાથે રહેવાના બદલે કોંગ્રેસમાં જોડાયો હોવાનું જણાવ્યું હતું.
બાયડ વિધાનસભાની ચૂંટણી આડા હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે બંને મુખ્ય પક્ષો ભાજપ કોંગ્રેસમાં ચૂંટણી પહેલા આયારામ ગયારામ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. તાજેતરમાં એનસીપી, કોંગ્રેસનાં કાર્યકરો ભાજપમાં જોડાયા બાદ સામે કોંગ્રેસ પણ જીત હાંસલ કરવા ભાજપમાં ગાબડાં પાડવાનું શરૃ કર્યું છે.
ભાજપ-કોંગ્રેસ માટે અસ્તિત્વ માટેનો જંગ બનેલી બાયડ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજય પતાકા લહેરાવવા મોટા ગજાના નેતાઓને મેદાને ઊતાર્યા છે. બાયડ વિધાનસભા ચૂંટણી તેની પરાકાષ્ઠા તરફ જઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પોતાની જીતના દાવા પાકા કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ પોતાના મંત્રીઓને દોડાવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતારી રહી છે.
બાયડ ખાતે કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલના સમર્થનમાં યોજાયેલ જન આશીર્વાદ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ અઘ્યક્ષ અમિત ચાવડા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ની ઉપસ્થિતિમાં ધવલસિંહના પિતરાઈ ભાઈ વિક્રમસિંહ ઝાલા તેમજ ઠાકોર સેનાના પૂર્વ જીલ્લા અધ્યક્ષ સહીત ઠાકોર સેનાના ૭૦ થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.વિક્રમસિંહ ઝાલા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતાં સન્નાટો છવાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ દ્વારા એડીચોટીનું જોર લગાવી પોતાના જીતનો દાવો પાકો કરવાનો પ્રયાશ કરી રહ્યા છે.
અરવલ્લી ની બાયડ વિધાનસભાની પેટાચુંટણીને લઇને કોંગ્રેસની પ્રચાર સભા યોજાઇ હતી. કોંગ્રેસે હવે આખરી દીવસના પ્રચાર દરમ્યાન હવે ઠાકોર કાર્ડ ખોલ્યુ હતુ. ઠાકોર સેના ના નેતા રહી ચુકેલા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા સામે કોંગ્રેસે આખરે ક્ષત્રીય કાર્ડ ખેલીને ચુંટણી જંગ જીતવા કમર કસી હતી.
બાયડની પેટાચુંટણી દરમ્યાન હવે કોંગ્રેસે ઠાકોર કાર્ડ ખોલવાનો આખરી દાવ અજમાવ્યો હતો. ઠાકોર સમાજ ને પ્રભાવિત કરવા માટે કોંગ્રેસે બાયડમાં પ્રચાર સભા દરમ્યાન કોંગ્રેસના દીગ્ગજ ઠાકોર અને ક્ષત્રીય નેતાઓની સભા યોજીને ઠાકોર સમાજને પ્રભાવિત કરતો આખરી દાવ પણ અજમાવતી કમર કસી હતી. બાયડ વિધાનસત્રા ક્ષેત્ર એ ઠાકોર પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે અને જ્યાં સવા લાખ જેટલા ઠાકોર મતદારો હોવાને લઇને ઠાકોર સમાજના ગણીતને અંકે કરવા માટે કોંગ્રેસે એડીચોટીનુ જોર લગાવ્યુ છે એ દરમ્યાન કોંગ્રેસે ઠાકોર કાર્ડને ખુલ્લુ મુક્યુ હતુ.  ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાના પિતરાઇ ભાઇ વિક્રમસિંહ ઝાલા તેમજ ઠાકોર સેનાના પુર્વ જિલ્લા અધ્યક્ષ અને ઠાકોર સેના અને સમાજના સીત્તેર જેટલા લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. આમ એક સમયના ઠાકોર સેનાના આગેવાન ગણાતા ધવલસિંહ ઝાલા સામે હવે ઠાકોર નુ જ ગણીત કોંગ્રેસે માંડવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં રામમંદીર ને લઇને સર્જાયેલા માહોલને લઇને ભરતસિંહ સોંલકી અને અમિત ચાવડાએ પણ રામમંદીર ને લઇને નિવેદન કરીને ભાજપ ધર્મ ને નામે રાજકારણ કરતુ હોવાનુ ગણાવ્યુ હતુ. પુર્વ કેન્દ્રીય પ્રધાન અનોે પુર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રામમંદીરને લઇને કહ્યુ હતુ કે રાજીવ ગાંધીને પણ રામમંદીર માટે ખુબ શ્રદ્ધા હતી. રામમદીર ને લઇને ભરતસિંહ સોંલકીએ રામના નામે માંગેલી ઇંટો અને રકમને લઇને હીસાબ આપવાની માંગ કરી હતી. ભરતસિંહ સોંલકીએ હું તો ખુદ જ ભરત છુ નામ થી એટલે રામ મંદીર માટે તો મને પણ ખુશી અને આનંદ હોય તો અમિત ચાવડાએ તો ગામડે ગામડે રામ મદીર બનાવો અમને વાંધો નથી પણ રામ મંદીરને લઇને ધર્મને નામે રાજકારણ ના કરવા  નિવેદન કર્યુ હતુ.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી