સુરેન્દ્રનગર : કોંગ્રેસે સ્ટોરરૂમ અને ગોડાઉનનું તાળું તોડી પાલિકાની પોલ ખોલી

0
9

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ઘેરઘેર સૂકા-ભીના કચરા માટે ડસ્ટબીન વિતરણ કરવાના સરકારના અભિયાનને સ્થાનિક પાલિકા દ્વારા અમલ નહીં કરતો હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખ અને સભ્યોએ ઘસ્ટસ્ટોફ કરતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ દ્વારા પાલિકાના ગોડાઉન અને સ્ટોરરૂમમાં પડેલો ડસ્ટબીનનો જથ્થો ધૂળ ખાઇ રહ્યો હોવાનો ઘટસ્ફોટ કરતાં પાલિકા દ્વારા વેરા પાવતી બતાવી વિતરણ કરાતું હોવાનો બચાવ કર્યો હતો.

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વર્ષ 2017માં રૂપિયા 19.30 લાખના ખર્ચે 20 હજાર ડસ્ટબીન ખરીદવામાં આવી હતી. પરંતુ તેમાંથી મોટા ભાગની ડસ્ટબીનો હાલ પાલિકાના સ્ટોરરૂમ તેમજ ગોડાઉનમાં ધુળ ખાઇ રહી છે. જેને લઇને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશભાઇ કોટેચા, રોહીતભાઇ પટેલ, સુબોધભાઇ જોષી, કનેશભાઇ સોલંકી સહીતનાઓએ ઢોલ વગાડી પાલિકા કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. અને પાલિકાના અધિકારીઓને સ્ટોરરૂમ ખોલી કેટલી કચરા ટોપલીઓ ધુળ ખાઇ રહી છે તે બતાવવા માંગ કરી હતી. પરંતુ પાલિકા પ્રમુખ કે ચીફ વાલીઓને મનાવી વિદ્યાર્થીને ફરીથી પ્રવેશ અપાવી અભ્યાસ શરૂ કરાવવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેમ છતા પણ 36 છાત્રો અભ્યાસથી અળગા રહ્યા હતા. જયારે શિક્ષકે પણ પોતાની પસંદગીની સાયલા તાલુકામાં બદલી નહીં થાય તો બદલી ઓર્ડર સ્વીકારવાની મનાઈ ફરમાવી હતી હજી સુધી વિદ્યાર્થી-વાલી અને શિક્ષક વચ્ચેનું કોકડું ગુંચવાયેલું હોય તેવું લાગી રહ્યું છે.

ભાજપના સભ્યો ચૂંટણી આવે તે વખતે ફોટા પડાવીને વાહવાહી મેળવી રહ્યા છે
ચૂંટણી આવે તે સમયે ભાજપના આગેવાનો દ્વારા અમુક વિસ્તારોમાં બે પાંચ ડસ્ટબીન વહેંચી ફોટા પડાવી માત્ર પ્રસિધ્ધી મેળવે છે. અઢી વર્ષ કરતા વધુ સમયથી ડસ્ટબીન ધુળ ખાઇ રહી છે અને પાલિકાના સત્તાધીશો સ્વચ્છતાના નારા લગાવી રહ્યાં છે પણ શહેરને સ્વચ્છ રાખવા અને કચરો એકઠો કરવા પહેલા ડસ્ટબીનનું તો વિતરણ કરો પછી સ્વચ્છ સુરેન્દ્રનગરના બગણાં ફુંકજો. : કમલેશભાઇ કોટેચા, શહેર કોંગ્રેસ પ્રમુખ

3 કોંગી આગેવાનો સામે ફરિયાદ નોંધાઇ
રૂમના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કર્યાની ત્રણ કોંગી આગેવાનો સામે ફરિયાદ નોંધાઇ છે. ઇન્ચાર્જ સેનેટરી ઇન્સપેકટર તરીકે ફરજ બજાવતા કેતનભાઇ શાહે નોંધાવેલી ફરિયાદમાં કમલેશભાઇ કોટેચા, અલ્પેશભાઇ ગાબુ અને રોહીતભાઇ પટેલ સામે તપાસ પીએસઆઇ વાય.આર.જોશીને સોંપાઇ છે.

રોજ 100 લોકો ટેક્સ ભરે છે તેમને ડસ્ટબીન મળે છે
પાલિકાને સમયસર વેરાની વસુલાત થાય આથી ટેક્સ ભરનારને અપાય તરત જ ડસ્ટબીન અપાય છે અને હાલ રોજ 100 ટોપલીનું વિતરણ કરાય છે. – બચુભાઇ વેગડ, સેનિટેશન ચેરમેન, નગરપાલિકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here