અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ આ ઉમેદવારને મેદાને ઉતારશે, જાણીને તમે ચોંકી જશો

0
10

ગુજરાતની સાતમાંથી ચાર વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. આ સાત બેઠકમાંથી લુણાવાડા, અરમાઇવાડી, ખેરાલુ અને થરાદ બેઠક પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે અને 24 ઓક્ટોબરના રોજ આ પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 4 બેઠકની ચૂંટણીની તારીખોની તો જાહેરાત થઇ ગઇ છે પરંતુ અલ્પેશ ઠાકોર જે બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છે તે બેઠક એટલે કે, રાધનપુર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત થઇ નથી પરંતુ આ બેઠક પર કોંગેસે અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. અલ્પેશ ઠાકોરને માત આપવા માટે કોંગ્રેસ વાવાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને રાધનપુરથી ચૂંટણી લડાવી શકે છે.

ગેનીબેન ઠાકોર રાધાનપુરથી ચૂંટણી લડશે તો અલ્પેશ ઠાકોરને નુકશાન થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોરને બીજો ફટકો એ પડ્યો છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની પીટીશન ન્યાયિક કાર્યવાહી હેઠળ છે અને આ સમયે જ ચૂંટણી જાહેર થતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું ભવિષ્ય જોખમમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

અલ્પેશ ઠાકોરને ત્રીજો ફટકો ઠાકોર સેનામાંથી જ પડી રહ્યો છે. રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની સામે ઠાકોર સમાજના લોકો સાંતલપુરના કોરડાગામમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ બેઠકમાં ભાજપના સભ્ય અને ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ મગનજી ઠાકોરને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રાખવા માટે ઠાકોર સમાજે ટેકો આપ્યો છે. જો મગનજી ઠાકોર અપક્ષ ઉમેદવારી કરે તો અલ્પેશ ઠાકોરને મોટો ફટકો પડી શકે છે. આમ કોંગ્રેસ અને ઠાકોર સેનાના કારણે અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here