Monday, October 18, 2021
Homeદહેગામ : કોંગ્રેસ મહિલા દ્વારા ખાદ્યતેલ ચીજવસ્તુઓ તેમજ શાકભાજીના ભાવ વધારાનો વિરોધ...
Array

દહેગામ : કોંગ્રેસ મહિલા દ્વારા ખાદ્યતેલ ચીજવસ્તુઓ તેમજ શાકભાજીના ભાવ વધારાનો વિરોધ : મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

મહિલા કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા ભાવ વધારાના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
શાકભાજી,તેલ,ગેસનો બાટલો અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ વધારાને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અને શહેરના મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા બહેનોએ ભેગા મળીને શાકભાજીના ભાવ ,તેલના ભાવ ગેસના બાટલાનો ભાવ, વીજબીલમાં અસહાય તેમજ અન્ય ખાદ્યચીજોમાં વધી રહેલા ભાવોને અનુસરીને આજે દહેગામ તાલુકા અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરીને સૂત્રોચાર સાથે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

   

આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે સરકારે આટલી મોંઘવારીમાં ભાવ વધારો અંકુશમાં લાવી શકતા નથી તેથી ગરીબોનો ચૂલો સળગાવવો મોંઘો બની ગયો છે. તેથી તાલુકા અને શહેરના કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ ભેગા મળીને ઉગ્ર વિરોધ સાથે આટલી મોંઘવારીમાં ભાવ કાબૂમાં લાવવા માટે સરકારને રજૂઆતો કરી છે. કારણકે કોરોનાવાયરસના લીધે ગામડાના ગરીબોની લાઈટ બીલમાં કોઈ મદદ કરવામાં આવેલ નથી. માટે તેલ ના વધતા ભાવ તેમજ બટાકા ડુંગળીના વધી રહેલા ભાવો અંકુશમાં આવે તે બાબતને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments