Friday, August 6, 2021
Homeઅન્નપૂર્ણા યોજના શરૂ કરવા કોંગ્રેસના કાર્યકરોએ કરી માંગ
Array

અન્નપૂર્ણા યોજના શરૂ કરવા કોંગ્રેસના કાર્યકરોએ કરી માંગ

કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્યમાં અનેક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. જેમાં કોરોનાની પહેલી અને બીજી લહેર એટલી ભયાવહ સાબિત થઈ હતી કે કેટલીક જાહેર સેવાઓ, યોજના અને જાહેર સ્થળો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ બીજી લહેરમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા. જોકે હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

જેથી સરકારે મોટાભાગના વ્યવસાય અને જાહેર સેવાઓ પર ઘણી છૂટછાટ આપી છે. જેમાં હવે બજારમાં પણ લોકોની અવરજવર વધી છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરોએ કલેકટર કચેરી બહાર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું.

શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોરની તસવીર
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના સ્ટોરની તસવીર

શ્રમિક અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવા કોંગ્રેસની રજૂઆત
તેમણે આ યોજના ઝડપથી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચરી પણ હતી. આ મામલે અસારવા કોંગ્રેસના આગેવાન જગદીશ માળીએ જણાવ્યું હતું કે, જ્યારથી કોરોના આવ્યો ત્યારથી આ શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ છે આ યોજના હેઠળ સરકાર દ્વારા શ્રમિક અને ગરીબ વર્ગના લોકોને 10થી 12 રૂપિયામાં એક ટકનું ભોજન પૂરું પાડવામાં આવે છે.

સપ્તાહમાં યોજના શરૂ ન થાય તો ઉગ્ર આંદોલનની કોંગ્રેસની ચીમકી
હાલ ઘણા શ્રમિકો બેકાર છે, આ યોજના પણ બંધ છે. એટલે તેઓને આવક પણ નથી અને યોજનાનો લાભ પણ નથી મળતો. બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ગાંધીનગરમાં 790 કરોડની હોટલનું ઉદ્ઘાટન કર્યું. તો સરકારને શું આ શ્રમિકની ચિંતા નથી? સરકાર ખુદ આ લોકોને શ્રમિક કાર્ડ બનાવી આપે છે તો તેઓને કંઈ વધારાનું નહીં પરંતુ તેઓને આ યોજના થકી ભોજન પૂરું ન પાડી શકે? અમે આગામી એક સપ્તાહ માં જો આ યોજના શરૂ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરીશું. સાથે આ અન્નપૂર્ણા યોજનાના સ્ટોર આગળ જઈને તેની આરતી ઉતારીને સૂત્રોચ્ચાર કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments