કોંગ્રેસ વર્કિંગ કમિટિની થોડીવારમાં બેઠક : સોનિયા અધ્યક્ષ પદ છોડી શકે છે, પાર્ટી પ્રમુખ તરીકે અત્યાર સુધી 20 વર્ષ કામ કર્યુ

0
0

કોંગ્રેસના આગામી અધ્યક્ષ કોણ હશે? આ સવાલ એક વર્ષ પછી ફરી પાર્ટીની સામે આવ્યો છે, કારણ કે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટિની સોમવારે સવારે 11 વાગ્યે યોજાનારી બેઠકમાં નવા પાર્ટી પ્રમુખ ચૂંટવા માટે કહી શકે છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોનિયા ગાંધીએ પાર્ટીના નેતાઓને નવા અધ્યક્ષ શોધવા માટે કહ્યું છે. તે આ પર અલગ અલગ સમયમાં અત્યાર સુધી 20 વર્ષ સુધી રહી ચુક્યા છે. જો કે, કોંગ્રેસે સોનિયાના રાજીનામાના સમાચારોનું ખંડન કર્યું છે.

તો આ તરફ રાહુલ ગાંધી પહેલા જ પાર્ટી અધ્યક્ષની જવાબદારી લેવા માટે ના પાડી ચુક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પછી તેમણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે સોનિયાએ ઓગસ્ટમાં એક વર્ષ માટે વચગાળાના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી હતી. આ વર્ષે 10 ઓગસ્ટે તેમનો કાર્યકાળ પુરો થઈ ગયો છે. ગત CWCની બેઠકમાં તેમને પાર્ટીની કમાન સંભાળવા માટે કહેવામાં આવ્યું હતું.ત્યારે સોનિયાએ કહ્યું હતું કે, તેમને પાર્ટીનું નેતૃત્વ કરવામાં કોઈ રસ નથી.

બેઠકમાં પાર્ટી સામે 4 વિકલ્પ

  • સોનિયા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ તરીકે યથાવત રહે. અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયાની સમયસર જાહેરાત થઈ જાય.
  • ચૂંટણી દ્વારા રાહુલના પાર્ટી પ્રમુખ બનવા સુધી બિન ગાંધી વરિષ્ઠ નેતાને અધ્યક્ષ બનાવવામાં આવે. જેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, મલ્લિકાર્જુન ખડગે અને મુકુલ વાસનિકનું નામ ચાલી રહ્યું છે.
  • રાહુલને અધ્યક્ષ બનવા માટે મનાવવામાં આવી રહ્યા છે. આમ પણ CWCએ ટેકનીકલ રીતે તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. રાહુલને સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવાના અધિકાર પણ આપવામાં આવી શકે છે.
  • અધ્યક્ષ માટે રાહુલના નામનો પ્રસ્તાવ આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ અધ્યક્ષ માટે રાહુલનું નામ આગળ કરી શકે છે. જો કાર્યસમિતિ ચૂંટણીનો નિર્ણય કરશે તો વાત ત્યાં જ ખતમ થઈ જશે.

ફેરફારની માંગ કેમ થઈ રહી છે?

1. પાર્ટીનો જનાધાર ઓછો થઈ રહ્યો છેઃ 2014ની ચૂંટણીમાં સોનિયા ગાંધી અધ્યક્ષ હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને પોતાના ઈતિહાસમાં સૌથી ઓછી 44 સીટો જ મળી શકી હતી. 2019ની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી અધ્યક્ષ હતા. પાર્ટી માત્ર 52 બેઠકો જ જીતી શકી હતી.
2. કેડર નબળુ થયુંઃ દેશમાં કોંગ્રેસનું કેડર નબળું પડ્યું છે. 2010 સુધી પાર્ટીના સભ્યોની સંખ્યા જ્યાં ચાર કરોડ હતી. ત્યાં હવે આ લગભગ એક કરોડથી ઓછી થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મણિપુર સહિત અન્ય રાજ્યોમાં કોંગ્રેસ નેતાઓની ખેંચતાણની અસર પાર્ટીના કાર્યકર્તાઓ પર પડી રહી છે.
3. કોંગ્રેસની 6 રાજ્યોમાં સરકારઃ કોંગ્રેસની સરકાર છત્તીસગઢ, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વધી છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાની બળવાખોરી પછી કમલનાથની સરકાર પડી ગઈ હતી.

અધ્યક્ષ પદ અંગે પાર્ટીમાં અલગ અલગ મત
રાહુલના પક્ષમાંઃ સલમાન ખુર્શીદે રવિવારે કહ્યું કે, આંતરિક ચૂંટણીની જગ્યાએ સૌની સહમતિ જોવી જોઈએ. રાહુલને કાર્યકર્તાઓનું પુરે પુરુ સમર્થન છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ કહ્યું કે, હાલ ગાંધી પરિવારે જ પાર્ટીની કમાન સંભાળવી જોઈએ. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પણ રાહુલ ગાંધી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, રાહુલે આગળ આવવું જોઈએ અને પાર્ટીનું નેતૃત્વ કરવું જોઈએ.

પાર્ટીમાં ફેરફારના પક્ષમાંઃ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી અને શશિ થરુર સહિત 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીમાં મોટા ફેરફાર પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, લીડરશીપ ફુલ ટાઈમ અને પ્રભાવી હોવી જોઈએ , જે ફિલ્ડમાં એક્ટિવ રહી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here