Thursday, February 6, 2025
Homeમોરબી  : ખેડૂતોના વિકાસના નામે થયેલ કૌભાંડના વિરોધમાં કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
Array

મોરબી  : ખેડૂતોના વિકાસના નામે થયેલ કૌભાંડના વિરોધમાં કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

- Advertisement -
રાજ્યમાં ખેડૂતોના વિકાસના નામે થયેલા કૌભાંડોના વિરોધમાં કોંગ્રેસે ખેડૂતો સાથે મળીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કઢાવામાં આવી છે. આ ટેક્ટર યાત્રા ગત સાંજના સુમારે માળિયા થી હળવદ પહોચી હતી.જેમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને માળિયા-હળવદ કોંગ્રેસના આગેવાનો જોડાઈને ખેડૂતોના વિકાસ મુદેની સરકારની નીતિ રીતિની ઝાટકણી કાઢી હતી.
ગુજરાતમાં ખેડૂતોના વિકાસના નામે કૌભાંડો થયાના આક્ષેપો સાથે આ બાબતે સરકારને ઢંઢોળવા અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તે માટે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ગાંધીધામથી ગાંધીનગર સુધીની ટેક્ટર યાત્રા કાઢાવામાં આવી છે. ૪૦ થી વધુ ટેક્ટરો સાથેની આ યાત્રા ગત સાંજના હળવદ પહોંચી હતી. જેમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ખાસ હાજરી આપી હતી અને રાજ્ય સરકારની નીતી રીતી સામે સવાલો ઉભા કર્યા હતા આ તકે હળવદ કોગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો હાજર રહ્યા હતા આ ટ્રેકટર યાત્રા રાત્રે હળવદ ખાતે રોકાણ કરીને સવારે રવાના થઇ હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular