Saturday, September 25, 2021
Homeજોડાણ : ઇન્ડસ્ટ્રી અને યુઝ કેસ-એગ્નોસ્ટિક એન્ટરપ્રાઇઝ અમેરિકાના AI પ્લેટફૉર્મ ડેટાઆઇકુ સાથે...
Array

જોડાણ : ઇન્ડસ્ટ્રી અને યુઝ કેસ-એગ્નોસ્ટિક એન્ટરપ્રાઇઝ અમેરિકાના AI પ્લેટફૉર્મ ડેટાઆઇકુ સાથે જોડાણ કર્યું

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ડેટા આધારિત માર્કેટિંગ સોલ્યુશન આપતી અમદાવાદની તાત્વિક એનાલીટિક્સે વધુ એક્યુરેટ કામગીરી માટે વિશ્વની સૌથી અત્યાધુનિક ઇન્ડસ્ટ્રી અને યુઝ કેસ-એગ્નોસ્ટિક એન્ટરપ્રાઇઝ અમેરિકાના AI પ્લેટફૉર્મ ડેટાઆઇકુ સાથે જોડાણ કર્યું છે. તાત્વિકને આ ભાગીદારીથી ઇન્ટરનેશનલ માર્કેટમાં વધુ સારી તકો પણ ઉપલબ્ધ બનશે.

સચોટ ડેટા સોલ્યુશન્સ આપવા તાત્ત્વિક સક્ષમ બનશે
તાત્ત્વિક એનાલીટિક્સના સહ- સ્થાપક અને સીઇઓ રવિ પાઠકે જણાવ્યું કે, ડેટાઆઇકુ સાથે જોડાણ કરીને તાત્ત્વિક એનાલિટ્ક્સને તેના ગ્રાહકોને વધુ સચોટ, વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ અને અસરકારક ડેટા સોલ્યુશન્સ પૂરાં પાડવા માટે સક્ષમ બનશે. સમગ્ર વિશ્વના ઉદ્યમો અત્યાધુનિક એઆઈ, ડેટા એનાલીટિક્સ અને મારટૅક (MarTech) સોલ્યુશન્સનો લાભ ઉઠાવવા માગી રહ્યાં છે, ત્યારે તાત્ત્વિક અને ડેટાઆઇકુ વચ્ચે સાધવામાં આવેલ આ સહયોગનો ઉદ્દેશ્ય વેચાણ અને માર્કેટિંગની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાનો છે.

તાત્ત્વિક એનાલીટિક્સના રવિ પાઠક અને તેજસ મોદી.
તાત્ત્વિક એનાલીટિક્સના રવિ પાઠક અને તેજસ મોદી.

આ જોડાણથી ડેટાઆઇકુને ભારતમાં પહોંચને વિસ્તારશે
ડેટાઆઇકુના APACની ચેનલ્સ અને એલાયેન્સિસના લીડ જિયુન હાઓ ચૂએ જણાવ્યું હતું કે તાત્ત્વિક એનાલીટિક્સ સાથેનું અમારું જોડાણ એ માર્કેટિંગ એનાલીટિક્સ ડોમેનમાં અમારી પહોંચને વિસ્તારવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ડેટાઆઇકુ નવા અને રોમાંચક યુઝ કેસિસ સાથે કામ પાર પાડી શકે તે માટે અમે વ્યાવસાયિક નિષ્ણાતોથી માંડીને ડેટા સાયેન્ટિસ્ટ સુધીના વધુને વધુ લોકોને મેળવવાની અપેક્ષા રાખી રહ્યાં છીએ.

ભારતમાં ડેટા આધારિત માર્કેટિંગનું ચલણ વધ્યું
તાત્ત્વિક એનાલીટિક્સના સહ- સ્થાપક તેજસ મોદી જણાવ્યું કે, ભારતમાં ડેટા આધારિત માર્કેટિંગ સોલ્યુશનનું ચલણ વધી રહ્યું છે. ડેટાઆઇકુ સાથેની તાત્ત્વિકની ભાગીદારી તેમના વિવિધ ઇન્ડસ્ટ્રી સેક્ટરોમાં ચાલતાં વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ્સ, જેમ કે, ઈ-કૉમર્સ, બીએફએસઆઈ, મીડિયા અને પબ્લિશર્સ, ટ્રાવેલ અને બૂકિંગ, કન્ટેન્ટ/ઓટીટી વગેરેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશિન લર્નિંગ સંચાલિત ડેટા એન્ડ એનાલીટિક્સ સોલ્યુશન્સની વ્યાપક રેન્જ ઉપલબ્ધ કરાવી તેમના ગ્રાહકોને વધુ મૂલ્યવાન સેવાઓ અને નવીનીકરણ પૂરાં પાડવા માંગે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments