દુનિયા જીતી : ભારતની પ્રથમ ટ્રાંસજેન્ડર બ્યુટી ક્વિન નાઝ જોશીએ ઈમ્પ્રેસ અર્થ 2021-22નો ખિતાબ જીત્યો

0
2

ઈમ્પ્રેસ અર્થ 2021-22નો ખિતાબ જીતનારી ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ઈન્ટરનેશન બ્યુટી ક્વિન નાઝ જોશીએ એક વર્ચ્યુઅલ કોન્ટેસ્ટમાં આ ઉપલબ્ધી હાંસલ કરી છે. આ સ્પર્ધા 1 જૂન 2021ના ​​રોજ દુબઇમાં યોજાઇ હતી. આ ઓનલાઈન સ્પર્ધામાં 15 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અહીં ટોપ 5માં સામેલ દેશોમાં કોલમ્બિયા, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને ભારત સામેલ છે. તેની ડિજિટલ મીટિંગમાં સ્પર્ધકોએ ઈવનિંગ ગાઉન અને નેશનલ કોસ્ટ્યુમ પહેરીને ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને કારણે 1 જૂન 2021ના રોજ દુબઈમાં યોજાનારી પ્રતિયોગિતાને કેન્સલ કરવામાં આવી હતી અને સ્પોર્ધકોની સલાહ પર વર્ચ્યુઅલ મોડમાં આ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું.

ડિજિટલ મીટિંગમાં સ્પર્ધકોને ઈવનિંગ ગાઉન અને નેશનલ કોસ્ટયુમ પ્રેઝન્ટેશનની સાથે ટાસ્ક આપવામાં આવ્યો હતો. મુખ્ય પાંચ ફાઈનાલિસ્ટને અંતમાં જે સવાલ પૂછવામાં આવ્યો હતો તે એ હતો કે શું તમને લાગે છે કે લોકડાઉન એ કોરોના મહામારીનું સમાધાન છે?

ત્યારે ભારતની પહેલી ટ્રાન્સજેન્ડર ઈન્ટરનેશન બ્યુટી ક્વિન નાઝે કહ્યું, માત્ર લોકડાઉન લાદીને કોરોના દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય. તેની સાથે એ પણ જરૂરી છે કે WHO દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ સેફ્ટી મેઝર્સનું ધ્યાન રાખવામાં આવે. તે સિવાય લોકોને શાંત અને પોઝિટિવ રહેવાની પણ જરૂરી છે.

આ સ્પર્ધામાં વિજેતા બનતા પહેલા નાઝે મિસ યુનિવર્સ ડાયવર્સિટી 2020, મિસ વર્લ્ડ ડાયવર્સિટી 2017, મિસ રિપબ્લિક ઈન્ટરનેશનલ બ્યુટી એમ્બેસેડર અને મિસ યુનાઈડેટ નેશન્સ એમ્બેસેડરનો ખિતાબ પણ પોતાના નામે નોંધાવ્યો છે.

નાઝ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીમાંથી ગ્રેજ્યુએટ છે. તેણે 2013માં સેક્સ ચેન્જ ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ મોડલિંગ કરિયર શરૂ કર્યું હતું. નાઝનો જન્મ દિલ્હીના માલવીયા નગરમાં થયો હતો. સેક્સ ચેન્જ ઓપરેશન પહેલા તેનું નામ અયાઝ નાઝ જોશી હતું. નાઝ ટ્રાન્સજેન્ડર્સને સમાજમાં સન્માન અપાવવાનો પ્રયાસ કરી રહી છે. તે ઈચ્છે છે કે સમાજ તેના જેવા તમામ ટ્રાન્સજેન્ડર્સને કોઈપણ ભેદભાવ વિના સ્વીકારે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here