વિશ્વના સૌથી ધનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા, BCCIને કોરોનાકાળની અસર, નેશનલ ક્રિકેટ એકેડમીના 11 કોચને છુટ્ટા કરી દિધા

0
7

દેશમાં એવુ એક પણ ક્ષેત્ર નથી કે જયા કોરોના વાયરસની અસર ના થઈ હોય. કોરોના વાયરસને પગલે લાદી દેવાયેલા, લોકડાઉનની વરવી અસર દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. અનેક ક્ષેત્રમાંથી નોકરીયાતોને છુટ્ટા કરી દેવાયા છે. વિશ્વના સૌથી ઘનાધ્ય ક્રિકેટ બોર્ડમાં ગણાતા બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) પણ કોરોના મહામારીની વરવી અસરથી મુક્ત નથી રહ્યું. ફેબ્રુઆરીથી દેશમાં કોઈ મેચ નથી રમાઈ કે નથી કોઈ ક્રિકેટ સિરીઝ. જેના પગલે, બીસીસીઆઈએ 11 કોચને છુટા કરી દિધા છે.

કોરોના મહામારીને પગલે ઊભી થયેલી સ્થિતિને લઈને, નેશનલ ક્રિક્રેટ એકેડમીના 11 કોચને ફરજમાંથી મુક્ત કર્યા છે. બીસીસીઆઈએ આ 11 કોચના વાર્ષિક કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કર્યાં. ફરજમાંથી મુક્ત કરેલા 11 કોચમાં ભારતના પૂર્વ ખેલાડી રમેશ પોવાર, હ્રુષિકેશ કાનીટકર, સુબ્રતો બેનર્જી, સુજીત સોમસુંદર, સીતાશુ કોટક અને એસ એસ દાસનો સમાવેશ થાય છે.

મિડીયા રિપોર્ટ મુજબ નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ અને ભારતના પૂર્વ કેપ્ટન અને ધ વોલના નામે જાણીતા રાહુલ દ્રવિડે, ગત સપ્તાહે જ અગીયારે અગીયાર કોચને તેમના કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં નહી આવે તેની જાણકારી આપી હતી. રાહુલ દ્રવિડે જ ક્રિકેટ કોચની પસંદગી કરીને તેમની સાથે વાર્ષિક કોન્ટ્રાક્ટ કર્યા છે.

અગિયાર કોચના વાર્ષિક કોન્ટ્રાક્ટ આ મહિને પૂરા થાય છે. તમામ ક્રિકેટ કોચનુ વેતન 35 લાખની આસપાસ હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here