હળવદ : કોરોનાને પગલે નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વેપારી મહામંડળે લીધો મહત્વનો નિર્ણય

0
8
હળવદ : હળવદમાં કોરોનાને પગલે નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વેપારી મહામંડળે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં વેપારી મંડળે આજે સોમવારે પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનું એલાન આપ્યું છે.
હળવદમાં આજે સોમવારે પણ જીવન જરૂયાત સિવાયની ચીજવસ્તુઓની દુકાનો બંધ રાખવાનું એલાન
કોરોનાને પગલે નગરજનોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને વેપારી મહામંડળે લીધો મહત્વનો નિર્ણય
હાલ કોરોનાએ ગુજરાત ઉપર કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. ત્યારે હાલ તો આ કહેરથી બચવા જાગૃતતા એક માત્ર ઈલાજ છે. ત્યારે હળવદના વેપારી મહામંડળે જનતા કરફ્યુના લીધે સજ્જડ બંધ પાળ્યું હતું. અને આજે સોમવારે પણ બંધ પાડેલ છે. જો કે નગરજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વેપારી મહામંડળે જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, અનાજ કરિયાણા, મેડિકલ સ્ટોર અને પેટ્રોલ પમ્પ જેવા ધંધાઓ ચાલુ રાખવાની છૂટ આપી છે. તે સિવાયની દુકાનો અને ધંધાઓ ધંધા બંધ રાખવા વેપારીઓને જણાવ્યું છે. તેમ વેપારી મહામંડળના પ્રમુખ વિનોદભાઈ પટેલની યાદી જણાવે છે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here