કાવતરું : ચીન લદ્દાખની સરહદ પર એક નવું એરબેઝ બનાવી રહ્યું

0
1

ચીન હવે પૂર્વી લદ્દાખની નજીક ઝિંજિયાંગ પ્રાંતના શાક્ચે શહેરમાં ફાઇટર વિમાનોનું નવું બેઝ બનાવી રહ્યુ છે. આ બેઝ ભારતના કાશગર અને હોગનનું હાલના ફાઇટર એરબેઝને લક્ષ્ય બનાવીને બનાવવામાં આવી રહ્યુ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શાક્ચેમાં પહેલાથી જ એક એરબેઝ હતું, પરંતુ ચીન હવે તેને પોતાના લડાકુ વિમાન મુજબ તેને ડેવલપ કરી રહ્યું છે. ચીન આ બેઝ દ્વારા ભારતની સરહદ પર પોતાના એરફોર્સને મજબૂત બનાવવામાં લાગ્યું છે. ફાઇટર વિમાનોના સંચાલન માટે LACની નજીક ચીનમાં હાલનાં એરપોર્ટ વચ્ચેનું અંતર લગભગ 400 કિ.મી. હતું, પરંતુ આ નિર્માણની સાથે આ અંતર વધુ ઘટશે.

ચીન પૂર્વી લદ્દાખની નજીક ફાઇટર વિમાનોનું નવું બેઝ બનાવી રહ્યુ છે.
ચીન પૂર્વી લદ્દાખની નજીક ફાઇટર વિમાનોનું નવું બેઝ બનાવી રહ્યુ છે.

ચીન ઝડપથી સાધનોમાં વધારો કરી રહ્યું છે
ચીને ભારતીય સરહદના વિસ્તારોમાં ઉપકરણોથી સજ્જ થવાનું શરૂ કર્યું છે. સાથે જ સુરક્ષા ઉપકરણોની સંખ્યા પણ વધારી રહ્યું છે. ચીને તાજેતરમાં રશિયન નિર્મિત એર ડિફેન્સ સિસ્ટમ S-400 આ વિસ્તારમાં તહેનાત કરી છે.

ચીનના ફાઇટર વિમાનોને મોનિટર કરવા માટે ભારતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પણ સ્થાપિત કરી છે. આ સાથે ઘણા ફાઇટર એરક્રાફ્ટ પણ તૈનાત કરવામાં આવ્યા છે. તે ચીન અને પાકિસ્તાન બંને દેશોનો એક સાથે મુકાબલો કરવા માટે સક્ષમ છે. ભારતે અંબાલા અને હાશીમારા એરબેઝ પર ફ્રાન્સ નિર્મિત રાફેલ લડાકુ વિમાનો તૈનાત કરીને ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોને જોરદાર સંદેશ આપ્યો છે.

ચીને હાલમાં જ આ વિસ્તારમાં રશિયન બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ S-400 તૈનાત કરી છે.
ચીને હાલમાં જ આ વિસ્તારમાં રશિયન બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ S-400 તૈનાત કરી છે.

ઉત્તરાખંડ સરહદ પર ડ્રોનની એક્ટિવિટીમાં પણ વધારો
ચીને ઉત્તરાખંડ સાથેની ભારતીય સરહદ પર પણ ડ્રોનની એક્ટિવિટીમાં પણ વધારો થયો છે. ભારતીય એજન્સીઓ સતત તેનું નિરીક્ષણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડની બારાહોતીની સરહદ પર ચીને ડ્રોન પ્રવૃત્તિ ઝડપથી વધારી છે.

હાલમાં, જ ચીની વાયુસેનાએ ભારતીય સરહદે આવેલા વિસ્તારોમાં સૈન્ય કવાયત હાથ ધરી છે. ચીનના વિમાનોએ હોગન, કાશગર અને ગાર ગુનસા હવાઈ વિસ્તારમાંથી ઉડાન ભરી હતી. સૂત્રો અનુસાર, આ વિસ્તારોમાં, હવાથી લઈને જમીન સુધી ચીની સૈન્ય હંમેશા ભારતની સામે નબળુ રહ્યું છે.

જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણમાં ડ્રેગનને પણ મોટું નુકસાન થયું હતું. જ્યાં આ ઘટનામાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા, જ્યારે ચીનના સરકારે પહેલા તો કોઈ નુકસાનને નકારી કાઢ્યું હતું. બાદમાં તેણે સ્વીકાર્યું કે તેના 4 સૈનિકો માર્યા ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here