અમદાવાદ : કોન્સ્ટેબલે પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરી : શાહિબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

0
19

શહેરના શાહીબાગ પોલીસ મથકમાં પરિણીતાએ કોન્સ્ટેબલ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એવો આક્ષેપ કર્યો છે કે પતિએ ચણિયાચોળી બાબતે માર માર્યો હતો અને સાચા બાપની હોય તો એસિડ પી એવું કહેતા પરિણીતાએ એસિડનો ઘૂંટડો પીધો હતો. જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ફટકારી હતી. જેથી આખોય મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.

મૂળ સુરેન્દ્રનગરના પાટડી ગામના જયશ્રીબહેન અશોકભાઈ ચૌહાણ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી માધુપુરા પોલીસ લાઈનમાં તેમના પતિ અશોક ચૌહાણ, જેઠ નાગરભાઈ, નણંદ લક્ષ્મીબેન અને પોતાના દીકરાની સાથે છેલ્લા છ વર્ષથી રહે છે. જયશ્રી બહેનના પતિ અશોકભાઈ ચૌહાણ રાણીપ પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. જયશ્રીબેનના લગ્ન વર્ષ 2015માં જ્ઞાતિના રીત રિવાજ મુજબ અશોકભાઈ ચૌહાણ સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ જયશ્રી બેનની સાથે તેમના પતિ પિયરની સામાજિક નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. આ સમયે મઝઘડો થતા જયશ્રીબહેન પિયર જતા રહ્યાં હતાં. જોકે બાદમાં જયશ્રીબેનના સાસુ અને નણંદ એ સમજાવતાં તેઓ પરત તેમના પતિ પાસે માધુપુરા પોલીસ લાઈન માં આવ્યા હતા.

પરત ફરીને છ માસ જેટલો સમય જયશ્રીબહેન તેમના પતિ સાથે રહ્યા હતા અને કોરોનાના કારણે લોકડાઉન આવતા તેમના પતિ તથા સાસુ, નણંદ તથા જેઠ તમામ લોકો વતનમાં જતા રહ્યા હતા. જયશ્રી બહેનના પતિ તેઓને વતનમાં મૂકીને બે દિવસમાં અમદાવાદ પરત આવી ગયા હતા. ત્યારબાદ ફરી ત્રણેક માસ જયશ્રીબહેન તેમના સાસરીમાં રહ્યા હતા. ત્યારે ત્યાં નણંદ અને તેમના જેઠ પણ તેમની સાથે રહેવા માટે આવ્યા હતા. ત્યારે જયશ્રી બહેન ને તેના પતિ સાથે ઘરની નાની નાની બાબતોમાં બોલવાનું થતું હતું. અને તેમના નણંદ તથા જેઠ જયશ્રીબેનના પતિને ચડાવતા હતા અને મારઝૂડ કરાવતા હતા.

ગત 21 ડિસેમ્બરના રોજ જયશ્રીબહેને એમના નણંદની ચણિયાચોળી તેમના જેઠની સગાઈના પ્રસંગમાં પહેરવા બાબતે તેમના પતિ સાથે બોલાચાલી થઇ હતી. જેને લઇને તેમના પતિએ તેમને માર માર્યો હતો. ગત 22મી તારીખે ફરીથી ચણિયાચોળી પહેરવા બાબતે તેમના પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એવા પતિએ જયશ્રી બેન ને કહ્યું હતું કે “તું સાચા બાપની હોય તો એ એસિડ પી લે”, જેથી જયશ્રી બેન ને આ વાતનું મનમાં લાગી આવતા તેઓએ બાથરૂમમાં પડેલ એસિડની બોટલ માંથી એક ઘૂંટડો જેટલું એસિડ પી ગયા હતા. બાદમાં પોતે એસિડ પીધું છે તેવું જયશ્રીબહેને તેમના પતિના કહેતાં તેમનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને રૂમમાં બેડ પર બેસાડીને ફેંટો મારી હતી. બાદમાં જયશ્રી બહેનને પેટમાં બળતરા થતાં તેઓ રૂમની બહાર આવ્યા ત્યારે તેમના પતિએ તેના વાળ પકડીને પણ તેમને ફેંટો મારી હતી. બાદમાં પાડોશમાં રહેતા લોકોને જાણ થતાં તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જોકે અનેક પ્રકારના ત્રાસથી કંટાળીને આખરે જયશ્રીબહેને તેમના પતિ નણંદ અને જેઠ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ત્રણ લોકો સામે આઈપીસી 323, 498(એ) અને 114 મુજબ ગુનો નોંધી જયશ્રીબેનના તમામ આક્ષેપો સાંભળી હકીકત જાણવા તપાસ શરૂ કરી છે.

ફેરવવા માટે આપેલ બાઇક તુટ્યું તો રિપેર માટે પિયર મોકલવા ઝઘડો કર્યો

એકાદ વર્ષ પહેલા જયશ્રી બહેનના પિયર પક્ષ તરફથી એક બાઈક પતિને વાપરવા માટે આપ્યું હતું. આ બાઈક આજથી છ મહિના અગાઉ જયશ્રીબેનના બ્લોકના આગળના ભાગે પાર્ક કરી મૂકયું હતું. ત્યારે સવારે વાંદરાઓએ બાઈક પાડી દેતા બાઈકનો કેટલોક ભાગ તૂટી ગયો હતો, જેથી જયશ્રી બહેને તેમના પતિને કહ્યું હતું કે આ બાઈક પિયરમાં મોકલી આપે. જેથી જયશ્રીબેનના પતિ અશોકભાઈ ચૌહાણ ઉશ્કેરાઇ ગયા હતા અને જયશ્રીબેનના વાળ પકડીને બે-ત્રણ ફેંટો મારી દીધી હતી. જેથી જયશ્રી બહેન તેમના પિયર જતા રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here