વલસાડ : પારડી પોલીસ મથકે 181 અભયમ દ્વારા બંધારણ દિવસની ઉજવણી થઇ.

0
9
બંધારણનું પાલન કરવા કટીબદ્ધતા દર્શાવી: બંધારણના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા તેમજ મૂળભૂત અધિકારો વિશે ચર્ચા.
વલસાડ : 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી દેશભરમાં થઇ છે. ત્યારે વલસાડ 181 અભયમ મહિલા હેલ્પ લાઇનના સ્ટાફ દ્વારા પારડી પોલીસ મથકે તેની ઉજવણી થઇ હતી. તેમણે બંધારણનું પાલન કરવા કટીબદ્ધતા દર્શાવી આ દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે તેમણે ભારતના બંધારણના સિદ્ધાંતો સમાનતા, બંધુત્વ અને સ્વતંત્રતા તેમજ મૂળભૂત અધિકારો વિશે ચર્ચા કરી હતી. તેમણે આ ઉજવણીમાં આમુખ વાંચી સંભળાવ્યું હતુ. તેમજ એક આદર્શ નાગરિક બનવાનો સંકલ્પ કર્યો હતો.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ