અયોધ્યા : રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ, દાન કરવા માટે ટ્રસ્ટે એકાઉન્ટ નંબર જાહેર કર્યો

0
11

નવી દિલ્હી. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. બુધવારે આ અંગેની માહિતી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી આપવામાં આવી છે. પાંચ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામલલ્લાન દર્શના કર્યા હતા અને રામ મંદિરનું ભૂમિ પૂજન કરીને શિલાન્યાસ કર્યો હતો. હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટે બુધવારે એકાઉન્ટ નંબર અને અન્ય માહિતી શેર કરી છે, જેથી કરીને લોકોને દાન કરી શકે.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે બુધવારે એક વીડિયો બહાર પાડ્યો છે. તેમણે કહ્યું કે 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું, હવે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. ચંપત રાયના જણાવ્યા મુજબ કરોડો રામ ભકત મંદિર નિર્માણમાં યોગદાન આપવા માંગે છે. જે પછી હવે ટ્રસ્ટ તરફથી દાન કરવા અંગેની તમામ માહિતી અપાઈ રહી છે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ તરફથી ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે જય શ્રી રામ. પ્રભુ શ્રીરામની પાવન જન્મભૂમિ પર તેમનું ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય વડાપ્રધાને ભૂમિપૂજન કર્યા પછી શરૂ થઈ ગયું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તમામ શ્રીરામના ભક્તોને મંદિરના નિર્માણ માટે યથાશક્તિત દાન કરવાનું આહવાન કરે છે.

વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો, નવા મોડલ સાથે બનશે મંદિર
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર તરફથી ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પછી રામ મંદિરના સંચાલન સાથે જોડાયેલા અધિકારો રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રસ્ટ તરફથી ભૂમિ પૂજન કરવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જે પછી પાંચ ઓગસ્ટે પીએમએ ભૂમિ પૂજન કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here