હાઈ બ્લડ પ્રેશરને કારણે કમ્પ્લીટ બેડ રેસ્ટની સલાહ, રિપોર્ટ્સના આધારે સાંજે ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવાશે

0
0

અભિનેતા રજનીકાન્તને હાઈ બીપીને કારણે શુક્રવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રજનીકાન્ત હૈદરાબાદની તેમની ફિલ્મ અન્નાથેનું શૂટિંગ કરવા આવ્યા હતા. ક્રૂના ચાર લોકોને કોરોના આવતાં શૂટિંગ બંધ કરાયું છે. 70 વર્ષના રજનીકાન્તને આ અગાઉ રીનલ ટ્રાન્સપ્લાન્ટ પછી ઓક્ટોબર મહિનામાં પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલ દ્વારા સ્ટેટમેન્ટ રિલીઝ કરાયું છે કે, ‘મિસ્ટર રજનીકાંત જેને ગઈકાલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમનો પ્રોગ્રેસ સારો છે. તેમની રાત આરામવાળી ન હતી અને હજુ તેમનું બ્લડ પ્રેશર હાઈ છે, જોકે ગઈકાલની સરખામણીએ ઘણું કંટ્રોલમાં છે. તપાસમાં હજુ સુધી કઈ ચિંતાજનક જણાયું નથી. આજે બીજી તપાસ કરવામાં આવશે, જેના રિપોર્ટ્સ સાંજ સુધીમાં આવી જશે. બ્લડ પ્રેશરની સારવાર કાળજીપૂર્વક થઇ રહી છે અને તેઓ સતત ક્લોઝ મોનિટરિંગ હેઠળ રહેશે. તેમને સંપૂર્ણપણે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને વિઝિટર્સને મળવાની મનાઈ કરવામાં આવી છે. તેમના ચેક અપ અને કંટ્રોલ બ્લડ પ્રેશરને આધારે તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય સાંજે લેવામાં આવશે.’

સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડપ્રેશર ચઢ-ઊતર થતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. કહેવાય છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. તેમનામાં કોવિડ-19 કે અન્ય કોઈ બીજા લક્ષણો જોવા મળ્યાં નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here