રિસર્ચ : કન્ઝ્યુમર 3D પ્રિન્ટર્સથી ફેફસાંને નુકસાન થાય છે

0
14

હેલ્થ ડેસ્ક: 3D પ્રિન્ટર્સમાંથી નીકળતાં પાર્ટિકલ્સને કારણે શરીરને નુકસાન થાય છે. જ્યોર્જિયામાં થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઇ છે. અમેરિકાના જ્યોર્જિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને યુએલ કેમિકલ સેફટી રિસર્ચ’ ગ્રૂપે 3D પ્રિન્ટર્સમાંથી નીકળતાં પાર્ટિકલ્સ એટલે કે કણોને એકઠાં કરીને તેનો અભ્યાસ કર્યો હતો.

રિસર્ચમાં સામેલ પ્રોફેસર રોડની જણાવે છે કે, ‘પાર્ટિકલ્સનો અભ્યાસ હાઈ ડોઝ પર કરવામાં આવ્યો હતો અને તેમાં 3D પ્રિન્ટર્સમાંથી નીકળતાં પાર્ટિકલ્સ ઝેરી જોવા મળ્યા હતા.’

3D પ્રિન્ટર્સ પ્લાસ્ટિકના તંતુઓને પીગાળીને જે તે વસ્તુ પર ઢાળીને તેની પ્રિન્ટ કરે છે. પ્લાસ્ટિકને પીગાળતી વખતે હવામાં દૂષિત રજકણો ફેલાય છે. હવામાં ફેલાયેલા આ રજકણો શ્વાસ મારફતે ફેફસાંમાં જઈને નુકસાન કરે છે. તેનાથી ભવિષ્યમાં શ્વાસ લેવાની તકલીફમાં વધારો થઈ શકે છે.

રિસર્ચમાં 3D પ્રિન્ટર્સમાંથી નીકળતાં પાર્ટિકલ્સમાં વોલાટિકલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOC) 200થી વધારે માત્રામાં જોવા મળ્યાં હતાં. તેનાથી ફેફસાંને તો નુકસાન થાય જ છે છે સાથે કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે.

3D પ્રિન્ટર્સની જગ્યા અને સ્વાસ્થ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. ઔદ્યોગિક વસાહતો સિવાય જાહેર સ્થળ પર જો આ પ્રિન્ટર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે તો તેની સ્વાસ્થ્ય પર વધારે વિપરીત અસર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here