નવરાત્રી : ખાલી પેટ આ વસ્તુઓનું સેવન કરવાથી તમને નુકશાન થઇ શકે છે

0
0

નવરાત્રીમાં આ વખતે ખાણી-પાણીને લઇને વધારે સતર્ક રહેવાની જરૂરત છે અને ખાલી પેટ એવા ફૂડ્સનું સેવન કરવું જોઇએ જે તમારી હેલ્થ અને ઇમ્યૂનિટીને પ્રોત્સાહન આપે. ઇમ્યૂનિટી વધારનારા ફૂડ્સ કેટલાય છે. આ વર્ષે નવરાત્રીનો સમય દર વર્ષ જેટલો સામાન્ય નથી. આ વર્ષે નવરાત્રીમાં દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે અને આપણે આપણા સ્વાસ્થ્યને લઇને વધારે સતર્ક છીએ. અમે આપણા ખાણી-પીણી અને સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપી રહ્યા છીએ. અત્યારના સમયમાં અમને મજબૂત ઇમ્યૂન સિસ્ટમ અને એનર્જીની સખત જરૂર છે. કારણ કે નવરાત્રીમાં ફાસ્ટના કારણે સાત્વિક જ ભોજન લેવામાં આવે છે. એવામાં નવરાત્રી ડાયેટ પ્લાનને લઇને ઘણું સતર્ક રહેવું પડે છે. આ વર્ષે નવરાત્રીનું વ્રત રાખવું પડકાર સમાન છે.

કેટલીક વસ્તુઓ એવી છે જેને ખાલી પેટ ખાવાથી ન માત્ર તમારા ડાયઝેશનને અસર થાય છે પરંતુ તમારી ઇમ્યૂનિટી પણ વીક થઇ શકે છે. શું તમે એવા ફૂડ્સ વિશે જાણો છો. નવરાત્રીમાં ફાસ્ટ દરમિયાન કેટલીક વસ્તુઓનું સેવન તમારા માટે નુકશાનદાયી સાબિત થઇ શકે છે. અહીં એવા ફૂડ્સની યાદી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે શું ખાલી પેટ ખાઇ શકાય છે અને શું નહીં?

ખાલી પેટ ભૂલથી પણ ન ખાશો આ 4 વસ્તુઓ

1. કૈફીનનું સેવન ન કરશો

જો તમે ખાલી પેટ અથવા વ્રત દરમિયાન ચા અથવા કૉફીનું વધારે સેવન કરી રહ્યા છો તો આ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. કોરોના વાયરસ દરમિયાન ઇમ્યૂનિટીને વીક કરનાર ફૂડ્સની યાદીમાં એક ચા અને કૉફી પણ સામેલ છે. ખાલી પેટ ચા પીવાથી પેટમાં કબજિયાત, ગેસ્ટ્રિક અને એસિડિટીની સમસ્યા થઇ શકે છે. તેની જગ્યાએ તમે જ્યુસ અથવા કોઇ પણ હેલ્ધી ડ્રિન્ક લઇ શકો છો.

2. શુગરનો વધુ ઉપયોગ

નવરાત્રીમાં કેટલાય પ્રકારના સ્વીટ પકવાન બનતા હોય છે અને જો તમે તેને ઉપવાસ દરમિયાન ખાઇ રહ્યા છો તો ધ્યાન રાખો. કારણ કે ખાલી પેટ વધારે પ્રમાણમાં સ્વીટ ખાવું તમારા હેલ્થની સાથે કેટલીય બીમારીઓનો શિકાર બની શકે છે. શુગર માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. જો તમે ખાંડનો ઉપયોગ કરી પણ રહ્યા છો તો ઓછા પ્રમાણમાં જ કરો.

3. ખાટા ફળ

ખાટા ફળ વિટામિન સીનો સારો સ્ત્રોત હોય છે. તેમાં સંતરા, મૌસંબી, લીંબૂ, કીવી જેવા ફળ સામેલ છે. શક્ય છે કે તમને આ ફળ ખૂબ જ પસંદ હોય અને હોય પણ કેમ નહીં તેમા સ્વાસ્થ્યનો ખજાનો છે, પરંતુ શું તમે જાણો છો કે ખાલી પેટ તેને લેવાથી આ તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. હકીકતમાં ખાટ્ટા ફળ એટલે કે સાઇટ્રસ ફ્રૂટ્સ એસિડિક હોય છે.

4. વધારે સ્વીટ

જો તમે ફાસ્ટ કરી રહ્યા છો અને વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરી રહ્યા છો તો પણ આ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. નવરાત્રીના વ્રતમાં કેટલાક લોકો મીઠું જરા પણ ખાતા નથી, તો કેટલાક લોકો માત્ર પીવાની વસ્તુઓ જ લે છે. તેનાથી શરીરમાં નબળાઇ આવે છે. તમે થોડાક પ્રમાણમાં સિંધવ મીઠાનું સેવન કરી શકે છે.

વ્રત દરમિયાન સલાડ, પત્તાદાર શાકભાજીઓ અને પર્યાપ્ત માત્રામાં ફળ અને જ્યુસનું સેવન કરતા રહો.

ખાલી પેટ કરો આ વસ્તુઓનું સેવન

1. ડ્રાયફ્રૂટ અને મગફળી

આપણે આપણી એનર્જી અને ઇમ્યૂન સિસ્ટમને મજબૂત રાખવા માટે ડ્રાઇફ્રૂટ અને મગફળીનું સેવન કરવું જોઇએ. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ફાસ્ટ કરી રહ્યા હોય. કોરોના વાયરસના કારણે આ વખતે નવરાત્રી વ્રતમાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે આપણી સામાન્ય બેદરકારી ભારે પડી શકે છે. તમે દરરોજ રાત્રે પલાળેલા ડ્રાઇફ્રૂટ્સ ખાઇ શકો છો.

2. ખૂબ પાણી પીઓ

ખાલી પેટ સૌથી વધારે ડ્રિન્ક્સનું સેવન કરવું જોઇએ. તેમાં સૌથી પહેલા પોતાના હાઇડ્રેટ રહેવા માટે પાણીનું સેવન કરવું જોઇએ. ખાલી પેટ ડિહાઇડ્રેશન થવાનો ડર બન્યો રહે છે. શરીરમાં પાણીની અછતથી મોટી સમસ્યાઓ પણ થઇ શકે છે. વ્રત રાખનાર વ્યક્તિએ એક દિવસમાં ઓછામાં ઓછા ચાર લીટર પાણી તો પીવું જ જોઇએ.

3. લીંબૂ પાણી પીઓ

ખાલી પેટ લીંબૂ પાણીથી કેટલાય સ્વાસ્થ્ય લાભ થઇ શકે છે. નવરાત્રી તમારા માટે એક હેલ્ધી આદત બનાવી રાખવા માટેનું પર્વ પણ સાબિત થઇ શકે છે. લીંબૂ પાણી ન માત્ર ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવી શકે છે પરંતુ કેટલાય અન્ય લાભ માટે પણ ઓળખાય છે. લીંબૂ વિટામિન સીનો ઉત્તમ સોર્સ છે. વ્રત દરમિયાન લીંબૂનો ઉપયોગ કરી શકો છો.

4. ફળોનું સેવન કરો

ફળોમાં મલ્ટી વિટામિન્સનું ભરપૂર પ્રમાણ હોય છે. નવરાત્રી વ્રત દરમિયાન કોઇ બીજી વસ્તુઓની સરખામણીમાં ફળ પર આપણી નિર્ભરતા વધારે હોવી જોઇએ. ખાલી પેટ માત્ર ખાટા ફળો ટાળવા જોઇએ. તમે દર 2 થી 3 કલાકમાં એક ફળનું સેવન કરી શકો છો. તેનાથી તમારી પાચનશક્તિ પણ સારી થશે અને ઇમ્યૂન સિસ્ટમ પણ હેલ્ધી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here