કોરોના સમયગાળામાં ફાયદાકારક છે ચ્યવનપ્રાશનું સેવન, ઘટાડશે ચેપનું જોખમ

0
0

ચ્યવનપ્રાશ એ ઘણી બધી ઔષધીઓનું એક મિશ્રણ છે. તેમાં હાજર ઔષધી તમને ઘણા પ્રકારના સંક્રમણ અને રોગોથી સુરક્ષિત રાખે છે. કોરોના વાયરસ રોગથી બચવા માટે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોરોના સમયગાળા દરમિયાન ચ્યવનપ્રાશનું સેવન કરવું આપણા માટે ફાયદાકારક હોઈ શકે છે. ચ્યવનપ્રાશ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગો અને વાયરસ સામે લડવા માટે આપણા શરીરને મજબૂત બનાવે છે ચાલો આપણે જાણીએ કે કોરોના સામે રક્ષણ આપવા માટે ચ્યવનપ્રાશ કેવી રીતે ફાયદાકારક હોઈ શકે છે.

ચ્યવનપ્રાશમાં ઓછામાં ઓછી 36 ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ઉમેરવામાં આવતી આયુર્વેદિક ઔષધિઓ જેમ કે આમળા, બ્રાહ્મી વગેરે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમળામાં વિટામિન સી હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, જે આપણા શરીરને રોગો અને વાયરસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. ડોકટરોના મતે, કોરોના વાયરસની સૌથી ખરાબ અસર વ્યક્તિના ફેફસાં પર પડે છે. ચ્યવનપ્રાશ શ્વસન સંબંધિત ચેપને અટકાવે છે, ફેફસાના કાર્યમાં સુધારો કરે છે. તેથી, કોરોના સામે રક્ષણ આપવા માટે ચ્યવનપ્રાશનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે.

ચ્યવનપ્રાશ એ આયુર્વેદિક ઔષધિનું એક સંપૂર્ણ મિશ્રણ છે. તેમાં મળતી આયુર્વેદિક ઔષધિઓમાં એન્ટીઑકિસડેન્ટ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી રહે છે. તેની સૌથી સારી વાત એ છે કે તેના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે તમને કોઈપણ વાયરસ સામે લડવામાં મદદ કરે છે. તેથી, કોરોના સમયગાળા દરમિયાન ચ્યવનપ્રાશ લેવાથી તમે તમારી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારીને કોરોનાને ટાળવા માટે તમારી મદદ કરશે.

ચ્યવનપ્રાશના ગુણધર્મોને લીધે, તેનો ઉપયોગ શિયાળાના દિવસોમાં વધુ કરવામાં આવે છે, કારણ કે તેમાં ઉમેરવામાં આવતી ઔષધિઓ શિયાળામાં શરદી અને એલર્જીથી બચાવે છે. જેનાથી વારંવાર થનાર શરદી અને ફેફસામાં જમા થતા કફમાં ફાયદો થાય છે. તમે મર્યાદિત માત્રામાં તેનું સેવન કોરોના સમયગાળા દરમિયાન કરી શકો છો.

કોરોનાનાં સામાન્ય લક્ષણો શરદી-ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફથી શરૂ થાય છે. ત્યાર પછી આ વાયરસ સીધા આપણા ફેફસાંને પર અસર કરે છે. શરદી અને ઉધરસથી પીડિત લોકો પર કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, ચ્યવનપ્રાશનું સેવન કરવાથી શરીર કોઈપણ પ્રકારના ચેપનો વધુ સારી રીતે સામનો કરવામાં મદદ મળી શકે છે. તેમાં હાજર પોષક તત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here