કોર્ટની અવમાનનાનો મામલો:દોષી પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટ આજે સજા સંભળાવશે; 122 લો સ્ટુડન્ટ્સે કોર્ટને ઈમોશનલ ચિઠ્ઠી લખીને કહ્યું- નિર્ણય અંગે ફરી વિચારણા કરો

0
0
  • ભૂષણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 4 પૂર્વ ચીફ જસ્ટિસે છેલ્લા 6 વર્ષોમાં લોકતંત્ર ખતમ કરવામાં ભૂમિકા નિભાવી હતી
  • બીજા ટ્વિટમાં હાલના CJIનો ફોટો શેર કર્યો હતો, તે બાઈક પર માસ્ક વગર અને હેલમેટ પહેરીને જોવા મળ્યા હતા.
કોર્ટે ગત સપ્તાહે પ્રશાંત ભૂષણને માફી માંગવાની તક આપી હતી, પણ તેમણે ઈન્કાર કરી દીધો હતો(ફાઈલ તસવીર)

કોર્ટ અને જજની અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સીનિયર એડવોકેટ પ્રશાંત ભૂષણને સજા સંભળાવી છે. વકીલ પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે 1 રૂપિયાનો દંડ કર્યો, દંડ નહીં ભરે તો 3 મહિનાની જેલ અને 3 વર્ષ માટે પ્રેક્ટિસ અટકાવી દેવાશે. આ પહેલા દેશભરના 122 લો સ્ટુ઼ડન્ટ્સે સીનિયર કોર્ટને ઈમોશનલ લેટર લખ્યો છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા એસએ બોબડે અને અન્ય જજોને લખેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, આ કેસમાં કોર્ટ તેના નિર્ણય અંગે ફરી વિચારણા કરે.

‘લોકોમાં વિશ્વાસ ફરી ઊભો કરી કોર્ટ ટિકાનો જવાબ આપે’
લો સ્ટુડન્ટ્સે કહ્યું કે, કોર્ટે લોકોમાં વિશ્વાસ ફરી ઊભો કરીને ટિકાનો જવાબ આપવો જોઈએ. જ્યારે ટિકા પીડામાંથી ઊભી થાય અને ન્યાયની માંગ કરે, તો કોર્ટે અવમાનનાનો આરોપ ન લગાવવો જોઈએ. એ પણ એવા વ્યક્તિ પર, જે એ જ ઊંડાણપૂર્વક ન્યાય માંગી રહ્યો હોય, જે તે બીજી કોઈ વ્યક્તિ માટે માંગતો હોય છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે લાંબા સમયથી પ્રશાંત ભૂષણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોર્ટમાં લડતા જોવા મળી રહ્યા છે. કાયદા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમણે સારું કામ કર્યું છે.

‘નજરઅંદાજ કરાયેલા લોકો માટે ટ્વિટ હતું’
લો સ્ટુડન્ટ્સે કહ્યું કે, જે બે ટ્વિટના આધારે ભૂષણને કન્ટેમ્પ્ટના દોષી ઠેરવ્યા છે, તે ટ્વિટ એવા લોકોનો અવાજ ઉઠાવવા માટે હતા, જેમને નજરઅંદાજ કરાયા છે. આનાથી કોર્ટની પવિત્રતાને નુકસાન નથી પહોંચતું.

પ્રશાંત ભૂષણે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો સુપ્રમ કોર્ટે મહિનાની શરૂઆતમાં જ ભૂષણને તેમની અવમાનના દોષી ઠેરવ્યા હતા અને નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. કોર્ટે ગત સપ્તાહે ભૂષણને કોઈ પણ પ્રકારની શરત વગર માફી માંગવાની તક આપી હતી, પણ તેમણે ઈન્કાર કરી દીધો હતો. ભૂષણે કહ્યું હતું કે, માફી માંગીશ તો આ અંતરાત્મા અને કોર્ટની અવમાનના હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here