Monday, October 18, 2021
Homeસોનાના ભાવમાં સતત વધારો ૮ વર્ષનો રેકોર્ડ તોડી ૫૧,૦૦૦ને પાર
Array

સોનાના ભાવમાં સતત વધારો ૮ વર્ષનો રેકોર્ડ તોડી ૫૧,૦૦૦ને પાર

અમદાવાદમાં સોનું પહેલીવાર ૧૦ ગ્રામે રૂ. ૫૧,૦૦૦ને સ્પર્શ્યું હતું. આ ઉછાળા પછી અમદાવાદમાં સોનું આગલા બંધની સામે રૂ. ૪૫૦ વધીને રૂ. ૫૦,૯૫૦ બંધ રહ્યું હતું જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. સોનાની પાછળ ચાંદી પણ આગલા બંધની સામે રૂ.૧૦૦૦ વધીને રૂ.૫૨,૦૦૦ બંધ રહી હતી.

અમદાવાદમાં સોનું ૧૦ ગ્રામ રૂ.૫૦,૪૫૦ અને બિલમાં સોનું ૧૦ ગ્રામ  રૂ.૫૦,૯૫૦ પહોંચ્યું હતું. તેવી જ રીતે વાયદા બજારમાં પણ મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ ઉપર સોનું રૂ. ૪૯,૨૪૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું.આમ ઘણા લાબા સમય બાદ સોનું રૂ. ૫૧ હજાર નજીક પહોંચતા આગામી દિવસોમાં નવી સપાટી જોવા મળી શકશે. બીજી તરફ કોમોડિટીના નિષ્ણાતો માની રહ્યા છે કે સોનાની સતત માગને લીધે આગામી સમયમાં રૂ. ૫૫,૦૦૦ની સપાટી અને ચાંદી રૂ. ૬૦,૦૦૦ કુદાવશે.

કોરોનાના કેસમાં વૃદ્ધિ થતા એક્સ્ચેન્જ ટ્રેડેડ ફ્ંડ્સનું બુલિયન માર્કેટમાં ખાસ કરીને સોનામાં તોફાન રહ્યું છે. વૈશ્વિક સોનાના ભાવ લગભગ નવ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સોનામાં રોકાણ વધવા પાછળનું અન્ય એક કારણ જિયો-પોલિટિકલ સ્થિતિ વણસવાની પણ હતી. સ્થાનિક વાયદામાં મોડી સાંજે સોનું એક તબક્કે પ્રથમવાર રૂ.૪૯,૦૦૦ની સપાટી કુદાવીને છેલ્લે રૂ.૪૯,૨૪૦ રહ્યું હતું જે આગલા દિવસની સામે રૂ.૪૫૦ વધ્યું હતું. સોનાની પાછળ ચાંદી રૂ.૧,૦૦૦ વધીને ટ્રેડ થતી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જાન્યુઆરી ૨૦૨૦ પછીની સૌથી ઊંચી સપાટીએ મુકાતું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments