કાંકરિયામાં અકસ્માત સર્જનારી કંપનીને વધુ 16 રાઈડનો કોન્ટ્રાક્ટ, સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ વસ્ત્રાપુર તળાવમાં રાઈડ નાખશે

0
7

કાંકરિયા તળાવામાં રાઇડમાં અકસ્માતને કારણે 2 વ્યક્તિના જાન લેનાર હલકી ગુણવત્તાની એસેમ્બલ રાઇડ લગાવનાર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને પીપીપી ધોરણે વસ્ત્રાપુર તળાવામાં પણ 4 મોટી અને 12 નાની રાઇડની મંજૂરી માટેનું કામ સ્ટેન્ડિંગમાં રજૂ કરાયું છે.

વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ 2012થી કોન્ટ્રાક્ટ અપાયેલો છે. આ કંપનીનો કોન્ટ્રાક્ટ કાંકકિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ હતો. 14મી જુલાઇ 2019ના રોજ એસેમ્બલ કરાયેલી ડિસ્કવરી રાઇડ તૂટી પડતાં 2 વ્યક્તિના મોત થયા હતા જ્યારે 29 વ્યક્તિને ઇજા થઇ હતી. જોકે તે બાદ તપાસ કરતાં 23 પૈકી 11 રાઇડસ ખામી વાળી હોવાના અગાઉના રિપોર્ટ પહેલા જ અપાયા હતા. ભાજપ સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ વસ્ત્રાપુર લેક ખાતે પણ 2012માં કોન્ટ્રાક્ટ અપાયેલો હતો.

દરમિયાન વસ્ત્રાપુર ખાતે હાલની 3 મોટી રાઇડસને બદલીને 4 રાઇડસ મુકવા તથા નવી 12 નાની રાઇડસ લગાવવા માટે મંજૂરી માંગવામાં આવતાં આખરે તે કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે.

વસ્ત્રાપુરમાં સ્વિંગ ચેર, કેટર પીલર, ઓક્ટોપસ અને બમ્પર કાર જેવી મોટી રાઇડ મુકવાની રજૂઆત થઇ છે જ્યારે નાના બાળકો માટેની 12 રાઇડમાં સ્મોલ ડ્રોપ ટાવર, મીની એન્જિન, મીની વોટર સહિતની ગેમનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here