Monday, October 25, 2021
Homeસુરત : સિવિલ હોસ્પિટલ કેમ્પસના ક્વાટર્સમાં કોન્ટ્રાક્ટ પરના લેબ ટેક્નિશિયન મહિલાએ ફાંસો...
Array

સુરત : સિવિલ હોસ્પિટલ કેમ્પસના ક્વાટર્સમાં કોન્ટ્રાક્ટ પરના લેબ ટેક્નિશિયન મહિલાએ ફાંસો ખાધો

નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા કોવિડ 19 હોસ્પિટલની બાજુના સ્ટાફ ક્વાર્ટસમાં રહેતી મહિલાએ આપઘાત કરી લીધો છે. પેથોલોજી લેબમાં પાંચેક વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાક્ટ આધારિત ટેક્નિશિયનની નોકરી કરતાં 45 વર્ષિય રમિક્ષાબેને બપોરના સમયે સાસુ હોલમાં હતા એ દરમિયાન ફાંસો ખાઈ લેતા સ્ટાફ ક્વાટર્સમાં ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર આપઘાત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

મોર્નિંગ પાળીમાંથી આવી આપઘાત કર્યો

રમિક્ષાબેન નિપેશ પટેલ(ઉ.વ.આ. 45)રહે. સિવિલ કેમ્પસ કોવિડ 19 હોસ્પિટલની બાજુમાં સ્ટાફ ક્વાટર્સમાં અને પેથોલોજી લેબ ટેક્નિશિયન તરીકેની કોન્ટ્રાક્ટ આધારિત નોકરી કરતાં હતાં. મોર્નિંગ પાળીમાં સવારે 8 વાગ્યાથી બપોરે બે વાગ્યાની નોકરી કરી ક્વાટર્સમાં આવ્યાં હતાં. બાદમાં ચારેક વાગ્યે સાસુને હોલમાં રાખીને પોતે રૂમમાં જઈને પંખે લટકી ગયા હતાં. સાસુને અણસાર આવી જતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી ક્વાટર્સના લોકો એકઠા થઈ ગયા હતાં.બાદમાં એક યુવક પાછળ પાઈપથી ચડીને બાલકનીમાં જઈને દરવાજો ખોલીને અંદર ગયો હતો.

પતિની ગેરહાજરીમાં આપઘાત કર્યો

રમિક્ષાબેન પેથોલોજી લેબમાં ટેક્નિશિયન તરિકે પાંચેક વર્ષથી કોન્ટ્રોક્ટ પર હતાં. પતિ નિપેશ હાડવૈદની દુકાન ચલાવે છે. રમિક્ષાબેન અને તેમના સાથી કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ ગાંધીનગર રજૂઆત કરવા જવાના હતાં. બે દિવસ અગાઉ ડિનને મળેલા અને રજા માટે એપ્લાય કર્યું હતું. રજા માટે ડિને ખખડાવ્યા હોવાનું પણ સૂત્રો કહી રહ્યાં છે. જો કે આપઘાત અંગે સાચુ કારણ હજુ સામે આવ્યું નથી. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments