Thursday, April 18, 2024
Homeલોકડાઉનની અસર : હિન્દુસ્તાન યુનિલિવર, ITC અને ડાબર સહિત ઘણી મોટી કંપનીઓ...
Array

લોકડાઉનની અસર : હિન્દુસ્તાન યુનિલિવર, ITC અને ડાબર સહિત ઘણી મોટી કંપનીઓ ઘરે પહોંચાડશે વસ્તુઓ, હોમ ડિલિવરી માટે સ્વિગી જેવી સ્ટાર્ટઅપ કંપનીઓ સાથે કરાર કર્યો

- Advertisement -

કોરોનાવાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં લોકો સુધી દૈનિક ઉપયોગ માટે વપરાતી વસ્તુ પહોંચી નથી રહી. તેના પુરવઠાની  ખાતરી કરવા માટે હિન્દુસ્તાન યુનિલિવર, ITC (મલ્ટીનેશનલ કોંગ્લોમરેટ કંપની), મોન્ડેલીઝ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ડાબર અને કોલગેટ સહિત એક ડઝનથી વધારે કન્ઝ્યુમર ગૂડ્ઝ કંપનીઓએ ગ્રાહકોને સીધા ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યું છે. આ કંપનીઓ તેના માટે નવી સ્ટાર્ટઅપ કંપની જેમ કેસ ડુંઝો, સ્કૂટી અને સ્વિગીની મદદ લઈ રહી છે.

લોકડાઉનના કારણે લોકો સુધી સામાન પહોંચાડવામાં મુશ્કેલી

ITC લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી સુમંતના જણાવ્યા પ્રમાણે, “આ ભાગીદારી સહયોગની શક્તિનો એક સંકેત છે કેમ કે, એકલી બ્રાન્ડ માટે આ અભૂતપૂર્વ સમય દરમિયાન જરૂરિયાતોને પૂરી કરવી મુશ્કેલ છે”.

ડાબરના સીઈઓ મોહિત મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે, આ હાલમાં કંપની મેનપાવરની અછત સામે ઝઝૂમી રહી છે. આવી સ્થિતિમાં અમે અમારા ગ્રાહકો માટે આવશ્યક ઉત્પાદનોનો અવિરત પુરવઠાની ખાતરી કરવામાટે નવી વ્યૂહરચના ઘડી રહ્યા છીએ અને નવા ઉપાયો શોધી રહ્યા છીએ. જેના અંતર્ગત તેને રિટેલ આઉટલેટ્સ માટે ઓનલાઈન ડિલિવરી સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કર્યું છે.

સ્વિગીએ 200 શહેરોમાં શરૂ કરી સેવા

FMCG(ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) કંપનીઓ હાયપરલોકલ ડિલિવરી પ્લેટફોર્મ્સ પર સ્ટોરફ્રન્ટ સ્થાપિત કર્યા છે અને વિશિષ્ટ બ્રાન્ડ સ્ટોરમાંથી અને ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સથી ઓર્ડર મેળવી રહી છે, જેથી ડિલિવરી પાર્ટનર્સનો ઉપયોગ કરીને સીધો ઘરે સામાન પહોંચાડી શકાય. ફૂડ ઓર્ડરિંગ ફર્મ સ્વિગીએ તેનું સ્ટોર નેટવર્ક 200 થી વધુ શહેરોમાં વિસ્તૃત કર્યું છે. જેથી ઉપભોક્તાઓ નજીકની દુકાનોમાંથી કરિયાણાની વસ્તુઓ ઓર્ડર કરી શકે છે.

60 ટકા ક્ષમતાની સાથે બ્રિટાનિયા કામ કરી રહી છે

બ્રિટાનિયાના એમડી વરુણ બેરીના જણાવ્યા પ્રમાણે, આ સમયે અમે ઉત્પાદન અને મજૂરોની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અમે 60-65 ટકા મેનપાવર સાથે કરી રહ્યા છીએ.સપ્લાય ચેનમાં મુશ્કેલી ન આવે એટલા માટે કંપની શક્ય પ્રયત્નો કરી રહી છે. સરકારની ગાઈડલાઈને ફોલો કરવામાં આવી રહી છે.

ફ્રોઝન ફૂડ સ્પેસ માર્કેટમાં ITCનો 15 ટકા હિસ્સો છે. લોકડાઉન દરમિયાન કંપની તેની ઉત્પાદન ક્ષમતા વધારવાનું કામ કરી રહી છે.ITCના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની ઓછા કર્મચારીઓમાં પણ ગ્રાહકોને જરૂરી ચીજવસ્તુઓના સપ્લાયમાં રોકાયેલ છે. મજૂરોની અછત અને ઓછું ઉત્પાદનો હોવા છતાં, દેશભરમાં સરળ સપ્લાય સુનિશ્ચિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular