રાઈડ દુર્ઘટના : કોન્ટ્રાક્ટરનો ભત્રીજો જ સુરક્ષાનું સર્ટિફિકેટ બનાવતો, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની સાઠગાંઠ ખુલી

0
8

અમદાવાદ: કાંકરિયા રાઈડ તૂટવા મામલે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાઠગાંઠ બહાર આવી છે. કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલનો ભત્રીજો અને રાઈડ ઓપરેટર યશ મહેન્દ્ર પટેલ જાતે જ સહી કરીને રાઈડની સુરક્ષાનું સર્ટિફિકેટ બનાવતો હતો. 6 જુલાઈના સેફ્ટી રિપોર્ટમાં એન્જીનિયર તરીકે યશ પટેલની જ સહી છે.

તમામ રાઈડની ચકાસણી કરી અને યશ પટેલ જ રિપોર્ટ પર સહી કરતો

રાઈડ તૂટવા મામલે તપાસ કરનાર એસીપી જે.એમ. ચાવડાએ ન જણાવ્યું હતું કે તમામ રાઈડની ચકાસણી કરી અને યશ પટેલ જ રિપોર્ટ પર સહી કરતો હતો. યશ પટેલના નિવેદન મુજબ પોતે ડિપ્લોમા મિકેનિકલની ડિગ્રી ધરાવે છે. જો કે હાલ તેની ડિગ્રીના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવશે. જ્યાં સુધી તમામ રાઈડની ફિટનેસ અંગેની પુરી ચકાસણી ન થાય ત્યાં સુધી રાઈડ્સ ચાલુ ન કરવા કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે.

કોર્પોરેશન રિપોર્ટની તપાસ પણ કરતું નહીં

રાઈડ તૂટવા 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી ગુરુવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, એજન્સીના જ માણસો ફિટનેસ અંગેનો રિપોર્ટ બનાવી કોર્પોરેશનમાં આપી દેતા હતા અને કોર્પોરેશન તંત્ર આ રિપોર્ટની કોઈ તપાસ જ કરતું નથી.

6 આરોપીને 2 દિવસના રિમાન્ડ સોંપાયા
ડિસ્કવરી રાઇડ ટુટી પડવાના ગંભીર કેસમાં એસીપી જે.એમ.ચાવડાએ આરોપી ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર શાહ, કિશન મોહંતી, યશ પટેલ અને મનીષ વાઘેલાને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યા હતાં. પોલીસે 8 કારણો બતાવી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે છ આરોપીને 2 દિવસના રિમાન્ડ પર સોંપતા જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટનામાં 2 લોકોના મોત નિપજયા છે. અને 29 લોકો ઘાયલ થયા છે. રાઇડ જાહેર જનતા માટે વપરાય છે. ત્યારે જો આરોપીઓની તપાસ ન થાય તો ન્યાયનો મુળભૂત હેતુ માર્યો જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here