બનાસકાંઠા : દાંતા : જગતાપુરા ગામે મોડલસ્કુલ માં પ્રથમ વરસાદમાં કોન્ટ્રાક્ટરનું કૌભાંડ આવ્યું બહાર…

0
0

દાંતા થી દસ કિલોમીટર અંતરે આવેલ જગતાપુરા ગામે હાલ મોડેલ સ્કૂલ બનાવવામાં આવી છે. તેમાં સૌરભભાઈ પટેલ દ્વારા ઉઢઘાટન કરવામાં આવ્યું હતું. હજુ તો સ્કૂલ ચાલુ પણ કરવામાં આવી નથી ત્યાં કોન્ટ્રાક્ટરની મિલીભગતના લીધે બોગસ કરેલા કામનું કોભાંડ બહાર આવ્યું હતું. પહેલા જ વરસાદમાં પ્રોટેક્શન દિવાલની અંદર મોટા ગાબડા પડયા હતા. અને સરકારના રૂપિયા વેડફાયા હતા બીમ બનાવીને તેની સાથે પાયા વગરની માત્ર પ્રોટેકશન દીવાલ ચારે બાજુ બનાવી હતી અને પહેલા જ વરસાદમાં રેતી ધોવાઈ જતા પોલખુલી હતી. અને ઉપર ઉપર ફરીથી માટીથી ઢાંકવામાં પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સરકારના કરોડો રૂપિયા ચાંઉ કરર્યા હતા તેવું સ્થાનિક લોકોનું કહેવું હતું કે આ કોન્ટ્રાક્ટર દ્વારા બોગસ કામ કરવામાં આવ્યું છે. ખરેખર તેની ઉંડી તપાસ થવી જોઇએ અને જે પાણીનું ટાંકા પણ બનાવ્યા હતા તે પણ જર્જરિત હાલતમાં જોવામાં આવી હતી અને હલકી ગુણવત્તાનો માલ વાપરાયો હોય તેવું લોકમુખે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ગરીબો માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આ મોડેલ સ્કૂલ બનાવવામાં આવી હતી તે મોડેલ સ્કૂલ જગતાપુરા ગામે બનાવવામાં આવી હતી. જ્યાં ગરીબ વસ્તી વધારે રહેતી હોય તે અર્થે સરકારશ્રીને ગાઈડ લાઈન મુજબ મોટાપાયે ગ્રાન્ટ મંજૂર કરી હતી. ગરીબો ભણીને આગળ વધે તે માટે આ સ્કુલ બનાવવા માટે સરકારે આ ગ્રાન્ટ ફાળવણી કરી હતી. અને તેમનો ઉદ્દેશ હતોકે આ ટ્રાઈબલ એરીયા છે અહિયા ગરીબ વસ્તી ભણી ને મોટી ડ્રિગ્રી લે તે માટે બધીજ સગવડ માટે આ સ્કુલ ની કરોડોમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. પણ આવા મીલીભગત કોન્ટ્રાક્ટર ને આપતા પહેલા જ વરસાદમાં અનેક જગ્યાએ ગાબડાં પડતા પોલ ખુલવા પામી હતી. અને મોટા ગાબડા જોવામાં આવ્યા હતા ખરેખર વિજિલન્સની તપાસ થાય તેવી સ્થાનિક લોકોનું કહેવું હતું. શું ગરીબોને ન્યાય મળશે ખરા ? શું ગાંધીનગરથી તેના પર ટીમ બનાવીને તપાસ થશે ખરી ? તેવું લોકમુખે સાંભળવા મળ્યું હતું…..

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here