N-95 માસ્ક પર રિસર્ચ : કેન્દ્ર સરકારના દાવાથી વિપરિત ISROના સંશોધકોએ કહ્યું- N-95 માસ્ક કોરોનાવાઈરસ રોકવા માટે અસરકારક; તે ઉધરસના ડ્રોપલેટ્સને ફેલાતા રોકે છે

0
13

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ના સંશોધકોએ દાવો કર્યો છે કે N-95 માસ્ક કોરોનાવાઈરસ રોકવા માટે અસરકારક છે. સંશોધકોએ જણાવ્યું કે, આ માસ્ક ઉધરસની શરૂઆતની ગતિને 10 ગણી રોકે છે. તેથી તેનાં ડ્રોપલેટ્સ 0.1થી 0.25 મીટર સુધી સીમિત રહે છે.

રિસર્ચર્સે સલાહ આપી છે કે જો તમારી પાસે કોઈ સારો માસ્ક ન હોય તો કોઈ પણ પ્રકારનો માસ્ક પહેરવો જોઈએ. આ રિસર્ચ કેન્દ્ર સરકારની નવી એડવાઈઝરી બાદ સામે આવ્યું છે. થોડા સમય પહેલાં જ કેન્દ્ર સરકાર તરફથી કહેવાયું હતું કે, વાલ્વવાળા N-95 માસ્ક સુરક્ષિત નથી. N-95 માસ્ક 2 પ્રકારના હોય છે: એક વાલ્વવાળા અને બીજા વાલ્વ વગરના. કેન્દ્ર સરકારે વાલ્વવાળા માસ્ક પર રોક લગાવી છે.

માસ્ક વગર ઉધરસના ડ્રોપલેટ્સ 3 મીટર સુધી ફેલાઈ શકે છે

  • ISROના પદ્મનાભ પ્રસન્ના સિમ્હા અને કર્ણાટકમાં શ્રી જયદેવ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સિસ એન્ડ રિસર્ચના મોહન રાવે અલગ-અલગ પરિસ્થિતિઓમાં ઉધરસના ડ્રોપલેટ્સ પર રિસર્ચ કર્યુ હતું.
  • સંશોધકોના જણાવ્યા અનુસાર, માસ્ક વગર ઉધરસના ડ્રોપલેટ્સ 3 મીટર સુધી ફેલાઈ શકે છે. સામાન્ય ડિસ્પોઝેબલ માસ્ક 0.5 મીટર સુધી ડ્રોપલેટ્સને સીમિત રાખે છે. તેથી માસ્ક પહેરવો આવશ્યક છે.

ભલે માસ્ક તમામ કણોને ફિલ્ટર ન કરે, પરંતુ તેને રોકે છે

જર્નલ ઓફ ફિઝિક્સ ઓફ ફ્લુઈડમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ અનુસાર, N-95 માસ્ક વાઈરસનો ફેલાવો રોકવા સૌથી અસરકારક છે. ભલે એક માસ્ક તમામ કણોને ફિલ્ટર ન કરે પરંતુ તેનો ફેલાવો અટકાવી શકે છે.

માર્કેટમાં કયા માસ્ક ઉપલબ્ધ

1. મેડિકલ માસ્ક

  • આ પ્રકારના માસ્ક ઘણા પ્રકારના હોય છે અને તે N-95 માસ્ક કરતાં ઓછા અસરકારક હોય છે. લેબમાં આ પ્રકારના માસ્ક 60થી 80% નાના કણો રોકે છે.
  • મેડિકલ માસ્ક સરળતાથી શ્વાસ લઈ શકાય તેવા અને પેપર જેવા સિંથેટિક ફાઈબરથી બને છે. તે લંબચોરસ આકારમાં આવે છે. તે ડિસ્પોઝેબલ હોય છે.
  • આ માસ્ક તમને મોટા કણોથી બચાવે છે. ચહેરાં પર ફિટ ન રહેવાને લીધે તે N-95 માસ્ક કરતાં ઓછા અસરકારક હોય છે.

2. હોમ મેડ માસ્ક

  • મેડિકલ માસ્કના ઓછા સપ્લાયને લીધે લોકો હોમમેડ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. સારા ફેબ્રિકથી તેનું નિર્માણ કરવામાં આવે તો તે પણ મેડિકલ માસ્ક જેવી સુરક્ષા આપે છે.
  • તે કોટન ફેબ્રિકથી તૈયાર થતાં હોય છે અને વાઈરસ પાર્ટિકલને રોકવામાં સક્ષમ હોય છે.
  • હેવી કોર્ટન ટી શર્ટથી પણ આ માસ્ક તૈયાર થાય છે. વધારે માત્રામાં દોરાઓનું પ્રમાણ હોય તેવા કપડાંથી માસ્ક તૈયાર થાય છે.
  • ઈન્ટરનેટ પર કોટન માસ્ક બનાવવાની અનેક રીત છે. 2 લેયરવાળા હોય તેવા અને નાક તેમજ હડપચી કવર કરે તેવો માસ્ક પસંદ કરવો.

3. હોમમેડ ફિલ્ટર માસ્ક

  • આ એક પ્રકારનો કોટન માસ્ક છે. જે 100% કોટન ટી શર્ટથી બને છે. માસ્કની પાછળ કાપડ હોય છે, જે ફિલ્ટરનું કામ કરે છે.
  • માસ્કની પાછળ કોફી ફિલ્ટર લાગેલું હોય છે. પેપર ટોવેલ પણ ટેસ્ટ થયાં છે. પેપર ટોવેલના 2 લેયર 0.3 માઈક્રોનના 23થી 33% સુધી બ્લોક કરે છે.
  • લોકો ઘણા પ્રકારના મટિરિયલનો ફિલ્ટર તરીકે ઉપયોગ થાય છે. તેમાં એર ફિલ્ટર અને વેક્યુમ બેગ્સ પણ સામેલ છે.
  • ઘણી વખતા આ પ્રકારના માસ્ક શ્વાસ લેવા લાયક નથી હોતા.
  • સામાન્ય માણસને આટલા બધા ફિલ્ટર્સની જરૂર હોતી નથી. તમે કોઈ પણ પ્રકારના માસ્કનો ઉપયોગ કરો પણ એ સુનિશ્ચિત કરી લો કે કોઈ લેયર હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here