Friday, April 19, 2024
Homeઅમદાવાદ : ક્વોરન્ટીન ભંગની ફરિયાદ માટે ફોન કરનાર મહિલા સાથે કંટ્રોલરૂમના પોલીસનું...
Array

અમદાવાદ : ક્વોરન્ટીન ભંગની ફરિયાદ માટે ફોન કરનાર મહિલા સાથે કંટ્રોલરૂમના પોલીસનું અસભ્ય વર્તન,

- Advertisement -

અમદાવાદ: કોરોના વાઇરસનો કહેર અમદાવાદમાં વધી રહ્યો છે. લોકડાઉનનું પાલન ન થતું હોવાથી, હોમ ક્વોરન્ટીન માં રહેલા લોકો પણ પાલન ન કરે તો પોલીસ કંટ્રોલરૂમન 100 નંબર પર ફોન કરી જાણ કરવા ખુદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા દરરોજ જાહેરાત કરે છે. ત્યારે ઇસનપુરમાં રહેતી મહિલાએ ઘરની સામે જ પોઝિટિવ આવેલા દર્દીના પરિવારજનો ઘરની બહાર નીકળતા હોવાની ફરિયાદ કરી હતી. બ્રેઇન ટયુમર થયેલા પોતાના પુત્રને કોરોના થાય નહીં તે ડરથી માટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો, ત્યારે સામે રહેલા પોલીસકર્મીએ ફોન પર મહિલા સાથે તુકારાથી વાત કરી અને અસભ્ય રીતે વાત કરી હતી. જેની ઓડિયો કલીપ પણ બહાર આવી છે.

ક્વોરન્ટીન પરિવાર કહેવા છતાં ના માન્યું
ચારેક દિવસ પહેલા શહેરના ઇસનપુરના વિશાલનગર પાસેના હનુમાનજીના મંદીર નજીકની ભીમનાથ કોલોનીમાં રહેતા જયોતિબેન દશરથભાઇ કોઠીયાની સામેના એક મકાનમાં તેમના પાડોશીને કોરોના થયો હોવાથી સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ત્યારે તેમના સગાઓને તેમજ આખી કોલોનીને ક્વોરન્ટીન કરી દેવામાં આવી છે. જયોતિબેનના પુત્રને બ્રેઇન ટ્યૂમર છે. જે ક્વોરન્ટીન કરેલા પરિવારના સભ્યો વારંવાર ઘરની બહાર નીકળતા હોવાથી જયોતિબેને તેમણે અનેકવાર ના પાડી છતાં બહાર નીકળતા હતા.

પોલીસે અસભ્ય વર્તન કર્યું
જયોતિબેને શુક્રવારે પોલીસ કંટ્રોલરૂમમાં મદદ માટે ફોન કર્યો હતો. બ્રેઇન ટ્યુમર થયેલા પુત્રને કોરોના ન થાય તેના ડરથી રડતા ફોન પર આપવીતી કહી હતી. ત્યારે ફોન પર રહેલા પોલીસકર્મીએ જ્યોતિબેન સાથે તુકારા સાથે વાત કરી ગેરવર્તણૂંક કરી હતી. તારું નામ બોલ, ઇસનપુરમાં કયા વિસ્તારમાં રહે છે એમ બોલ, આમ ઉગ્ર ભાષામાં વાત કરી હતી. મેસેજ લખ્યા પછી પણ ચલ હવે ફોન મૂકી દે પોલીસ આવે છે એવું કહ્યું હતું. આ અંગે કંટ્રોલરૂમ ડીસીપી વિજય પટેલનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular