અળસી કેટલી ફાયદાકારક? : પાચનક્રિયા સુધારવાની સાથે બીપી કન્ટ્રોલ કરે છે, તે હેર અને સ્કિન ચમકદાર બનાવે છે.

0
13

હાઇપરટેંશન જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, અળસી બ્લડ પ્રેશર વધતા રોકે છે અને દિલની બીમારીઓનું જોખમ ઓછું કરે છે. તેમાં ફાઈબર વધારે હોય છે તેન લીધે આ કોલેસ્ટેટોલ કન્ટ્રોલ કરે છે અને આંતરડાંમાં સોજાનું જોખમ ઘટાડે છે.

અલગ-અલગ રિસર્ચમાં ઘણા ફાયદા સામે તેને સુપરફૂડ નામ આપ્યું છે. એક્સપર્ટનું કહેવું છે કે, તેને વધારે પ્રમાણમાં ના લેવું જોઈએ. રોજ 25 ગ્રામથી વધારે અળસી ખાવાથી માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણની તકલીફ થઇ શકે છે.

અળસી કેવી રીતે ખાવી. તેના ફાયદા શું છે અને આ કામ કેવી રીતે કરે છે, આ પ્રશ્નોના જવાબ માટે આ વાંચો…

અળસી સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે?

આપણે જ્યારે ફાયઈબરયુક્ત ભોજન કરીએ છીએ ત્યારે તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ થાય છે. આથી આપણે વારંવાર ભોજન કરતા નથી. અળસી પણ ફાઈબરથી ભરપૂર હોય છે. આપણે જ્યારે એન્ટિઓક્સિડન્ટ્સ યુક્ત ભોજન વિશે વિચારીએ છીએ ત્યારે મગજમાં ફળ-શાકભાજીનો વિચાર આવે છે. પરંતુ એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર 100 વસ્તુઓમાં અળસી નવમા નંબરે છે. એન્ટિઓક્સિડન્ટ્સ આપણી કોશિકાને સ્વસ્થ રાખે છે. આથી એક્સપર્ટ તેણે ફાયદાકારક માને છે.

અળસીનાં ફાયદાઓ

તેમાં હાજર ઓમેગા-3 હાર્ટ અટેક માટે ફાયદાકારક

અળસીમાં ગુડ ફેટ ઓમેગા-3 હોય છે. તે હાર્ટ, હાઈ બીપી અને કેન્સરના દર્દીની કામની વસ્તુ છે. ઓમેગા-3 મોટાભાગે વધારે માંસાહારી વસ્તુઓમાં હોય છે, પરંતુ અળસીમાં આ પૂરતા પ્રમાણમાં છે. 2.50 લોકો પર થયેલી સ્ટડીમાં એ પણ સાબિત થયું છે કે ઓમેગા-3 હૃદય રોગનું જોખમ 14% ઘટાડે છે.

કોલોન અને સ્કિન કેન્સરનું જોખમ ઘટાડે છે

કેનેડામાં 6 હજાર મહિલાઓ પર થયેલી સ્ટડી પ્રમાણે, અળસી કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. તેમાં પ્લાન્ટ ફૂડની સરખામણીએ 600 ગણું લિગ્નિન હોય છે. આ લિગ્નિન કોલોન અને સ્કિન કેન્સરની શક્યતા ઓછી કરે છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે

જો તમે વજન ઘટાડવાની શરૂઆત કરી રહ્યા છો તો રોજ તમારી ડાયટમાં અળસીનાં બીજ ચોક્કસ સામેલ કરો. તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. તેનાથી ભૂખ ઓછી લાગશે અને તમે ઓવરઈટિંગથી બચી શકશો. ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર, પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ્સ મેટાબોલિઝ્મ વધારે છે. વધેલું મેટાબોલિઝ્મ વજન કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

પાચનશક્તિ સારી થાય છે

અળસીમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર હોય છે. તે પાચનશક્તિ વધારે છે. તેમાં હાજર ઓમેગા 3 અને 6 ફેટી એસિડ સ્ટ્રેસનું લેવલ ઓછું કરવામાં મદદ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here