વિવાદોમાં ફિલ્મ AK vs AK:વાયુસેનાએ આર્મ્ડ ફોર્સીસને અયોગ્ય રીતે બતાવતા વાંધો ઉઠાવ્યો, અનિલ કપૂર અને નેટફ્લિક્સે માફી માગી

0
0

ભારતીય વાયુસેનાએ વાંધો ઉઠાવ્યા બાદ એક્ટર અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી માફી માગી. (ફાઈલ ફોટો)

અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ સ્ટારર ફિલ્મ ‘AK vs AK’નું ટ્રેલર વિવાદોમાં આવી ગયું છે. થોડા દિવસ પહેલાં જ રિલીઝ થયેલા ટ્રેલરમાં ઇન્ડિયન એરફોર્સ (IAF)ના યુનિફોર્મમાં અનિલ કપૂર અનુરાગ કશ્યપને ગાળો આપી રહ્યા છે. આના પર IAF એ સોશિયલ મીડિયા પર વાંધો ઉઠાવી ફિલ્મમાંથી તે સીન હટાવવાની માગ કરી છે. ત્યારબાદ અનિલ કપૂર અને નેટફ્લિક્સે માફી માગવી પડી.

વાયુસેનાએ પોસ્ટમાં લખ્યું, આ વીડિયોમાં વાયુસેનાના યુનિફોર્મનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ભાષા પણ યોગ્ય નથી. આ દેશ માટે યુનિફોર્મ પહેરનારા જવાનોને યોગ્ય રીતે બતાવવામાં આવ્યા નથી. આ સીન ફિલ્મમાંથી હટાવી લેવો જોઈએ.

 

અનિલ કપૂર બોલ્યા- IAFના અપમાનનો કોઈ ઈરાદો ન હતો

અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર માફી માગી અને કહ્યું, મારો હેતુ ભારતીય વાયુસેનાનું અપમાન કરવાનો ન હતો. મારું કેરેક્ટર યુનિફોર્મમાં હતું, કારણકે તે એક એક્ટર છે, જે ઓફિસરના રોલમાં છે. જ્યારે તેને ખબર પડે છે કે તેની દીકરી કિડનેપ થઇ ગઈ છે, તો તે ગુસ્સામાં એ જ દેખાડે છે જે એક ભાવુક પિતાને ફીલ થાય છે. હું અજાણતા તેમની લાગણીએ ઠેસ પહોંચાડવા માટે માફી માગું છું.

 

આ ફિલ્મની સ્ટોરીમાં અનિલ કપૂરની દીકરી સોનમને અનુરાગ કિડનેપ કરી લે છે. અનિલ તેને શોધવા આખા શહેરમાં ફરે છે. ફિલ્મનું ટ્રેલર 8 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 24 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું તે પહેલાં અનુરાગ અને અનિલની સોશિયલ મીડિયા વોર ચર્ચામાં રહી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here