અમદાવાદ : વિવાદાસ્પદ PI એચ. બી. ઝાલા ના વિદાય સમારંભમાં ખુદ PI એ જ માસ્ક ન પહેર્યું,

0
8

અમદાવાદ. કોરોનાની મહામારીમાં અમદાવાદ શહેરમાં કેસો વધી રહ્યા છે. સરકાર અને કોર્પોરેશન ટેસ્ટિંગ જ કરતું જ નથી અને લોકોએ સરકારી ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન જરૂરી છે. પરંતુ શહેરના વિવાદાસ્પદ અને વગદાર પોલીસ ઈન્સ્પેક્ટર (PI) હિતેન્દ્રસિંહ ઝાલા (એચ.બી ઝાલા)ના વિદાય સમારંભમાં નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. અહીં PIએ માસ્ક પહેર્યુ ન હતું તેમજ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.

સુરત બદલી થતાં સમારંભ યોજાયો

નિકોલ પીઆઇ તરીકે સુરતમાં બદલી થતાં સમારંભ યોજાયો હતો. જેમાં ખુદ એચ.બી ઝાલા અન્ય પોલીસકર્મીઓ અને લોકો માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠા હતા. નજીક-નજીકમાં ખુરશીમાં બેસી અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એકતરફ પોલીસને માસ્ક ન પહેરનારને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. ઉપરાંત સામાન્ય માણસ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો પોલીસ સીધો ગુનો દાખલ કરી દે તો પછી શું નિકોલ પીઆઇ અને અન્ય લોકો સામે દંડાત્મક કાર્યવાહી કે ગુનો નોંધવામાં આવશે?  ડીસીપી ઝોન 5 રવિ વાસમ શેટ્ટી આ મામલે તપાસ કરી અને પગલાં ભરશે કે પછી દર વખતની જેમ વિવાદમાં આવતા પીઆઇ ઝાલા વગ બતાવી અને બચી જશે? તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here