ફેસબુક-ટ્રમ્પ વચ્ચે ફરી વિવાદ : ફેસબુકે કહ્યું- ટ્રમ્પે નફરત ફેલાવનારું ભાષણ કે ખોટી માહિતી પોસ્ટ કરી તો અમે તેને ડિલીટ કરી દઈશું

0
4

નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફેસબુકે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને સીધી ચેતવણી આપી છે. ફેસબુકના ચીફ ઓપરેટિંગ અધિકારી શેરિલ સૈંડબર્ગે કહ્યું કે જો ટ્રમ્પ કંપનીની પોલીસીનું ઉલ્લંઘન કરશે તો આ પ્લેટફોર્મ પરથી તેમની પોસ્ટ હટાવી દઈશું. મંગળવારે MSNBC સાથેની વાતચીતમાં સૈંડબર્ગે કહ્યું કે જો રાષ્ટ્રપતિ નફરત ફેલાવનાર ભાષણ કે કોરોનાને લઈને કોઈ ખોટી માહિતી પોસ્ટ કરે છે તો તેને ડિલીટ કરવામાં આવશે.

2016માં ફેસબુક પર લાગ્યા હતા ઘણા આરોપ

અમેરિકામાં 2016માં થયેલી ચૂંટણીઓમાં ફેસબુક પર ઘણા આરોપ લાગ્યા હતા. આરોપ હતો કે ફેસબુક દ્વારા વિદેશી તાકાતોએ ચૂંટણીમાં દખલગીરી કરી હતી. જોકે ફેસબુક હવે સખ્ત પગલા ઉઠાવી રહ્યું છે. ચૂંટણીઓને લઈને લોકોને માહિતી મળી રહે તે માટે ફેસબુકે ગત સપ્તાહે વોટિંગ ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કર્યું છે. જેથી અમેરિકામાં લોકોને વોટિંગ વિશે ચોક્કસ જાણકારી મળી શકશે. કંપનીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ફેસબુકની સાથે જ ઈન્સ્ટાગ્રામ પર પણ આ સેન્ટર હશે.

બાયકોટ પછી નિયમ બદલાયો

ટ્રમ્પની પોસ્ટ પર એક્શન ન લેવા અને કંપનીના ઢીલા વલણના પગલે જાહેરાત આપનારા 400 લોકોએ ફેસબુકને બાયકોટ કર્યું હતું. કંપનીના કર્મચારીઓ પણ વિરોધમાં અવાજ ઉઠાવવા લાગ્યા હતા. પછીથી કંપનીએ હેટ સ્પીચ અને ખોટા સમાચારો પર પગલા લેવાનું શરૂ કર્યું છે. ફેસબુકે કહ્યું છે કે તેણે ચૂંટણીમાં દખલગીરીનો સામનો કરવા માટે વિશ્વની કેટલીક સૌથી એડવાન્સ સિસ્ટમ બનાવી છે અને હમેશા તેને સારી બનાવવા માટે કામ કરે છે.

ફેસબુક હાલ ભારતમાં પણ વિવાદોમાં છે. કોંગ્રેસનો આરોપ છે કે તે અહીં સત્તાધારી પાર્ટી ભાજપનું સમર્થન કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here