અમદાવાદ: વર્ષોથી ચાલી આવતી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ આ વર્ષે હવે મામેરાને લઈ વિવાદ થયો છે. દર વર્ષે સરસપુરના રણછોડરાય મંદિરમાં લોકો નોંધણી કરાવી મામેરાના યજમાન બને છે. હવે સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરેથી સાધુ-સંતો દ્વારા પણ મામેરું ભરાય તેવી શરૂઆત કરવામાં આવશે.
રથયાત્રામાં ભલા ભગતની જગ્યાએ જમાડાય છે
હવે નાથના મામેરા આવતા વર્ષે સંતો દ્વારા અને યજમાન દ્વારા પણ થશે.સરસપુરમાં ભલા ભગતની પોળમાં આવેલા રણછોડરાય મંદિરના મહંત લક્ષ્મણદાસજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષોથી રથયાત્રા આવે છે અને આ ભલા ભગતની જગ્યાએ રથયાત્રામાં આવતા સાધુ સંતોને અહીંયા જમાડવામાં આવે છે.
આવતા વર્ષે બે મામેરા થશે
હવે સરસપુર ગામની અને સાધુ સંતોની ઈચ્છા એવી છે કે, ભલા ભગતની જગ્યામાં સાધુ સંતો તરફથી પણ મામેરું કરવામાં આવે. સરસપુરના રણછોડરાય મંદિરના ટ્રસ્ટ અને વાસણશેરીમાં આવેલા મંદિર વચ્ચે વિવાદમાં આવતા વર્ષે બે મામેરાં થાય તેવી શક્યતા છે.
Array
વિવાદ : જગન્નાથના આવતા વર્ષે બબ્બે મામેરાં, સાધુ-સંતોએ પણ મામેરું કરવા રસ દાખવ્યો
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -