દુખદ ઘટના : ચીખલી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણીથી વિવાદ

0
30

ચીખલી. નવસારી જિલ્લામાં ગત રાત્રે વોટ્સએપમાં બીજેપી ચીખલીના નામે ચાલતા ગ્રુપમાં મહાત્મા ગાંધીજી બાબતે અભદ્ર ટિપ્પણી કરેલ પોસ્ટનો સ્ક્રીનશોટ વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે.

એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જીંદાબાદ પણ કરી દીધું

સોશિયલ મીડિયા પર પોસ્ટ અને કોમેન્ટ બાબતે અનેકવાર વિવાદો થતા રહે છે ત્યારે વિવેક ચૂકની હદ વટાવતી ઘટનામાં  બીજેપી ચીખલી & વલસાડ ગ્રુપમાં મહાત્મા ગાંધીજીના ફોટા સાથે પોસ્ટ મુકવામાં આવી હતી જેમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, આટલું ઓછું હોય ત્યાં એક ગ્રુપ મેમ્બરે તો નાથુરામ ગોડસે જીંદાબાદ પણ કરી દીધું હતું. નવસારી જિલ્લાના ઐતિહાસિક સ્થળ દાંડી સાથે ગાંધીજીના સંસ્મરણો જોડાયેલ છે ત્યારે આ ઘટનાની ખૂબ જ ટીકા થઈ રહી છે તો સાથોસાથ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ચીખલી પીઆઈ ડી.કે. પટેલનો સંપર્ક સાધતા તેઓ આ ઘટનાથી અજાણ હોવાનું અને આવું હશે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અત્યંત દુખદ ઘટના, ફોજદારી કરાશે

ચીખલી-વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અહિંસાના પૂજારી છે. તેઓ ગુજરાતના જ છે ત્યારે  ગુજરાતના જ ભાજપના કેટલાક લોકો સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં ગાંધીજી વિશે અભદ્ર ટિપ્પણી કરે છે તે ખેદજનક છે.આનાથી ભાજપની વિકૃત માનસિકતા છતી થાય છે. જેના પર ફૌજદારી ગુનો દાખલ થવો જોઈએ. આવનારા સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અને આગેવાનો ફરિયાદ પણ દાખલ કરશે અને દેખાવો પણ કરશે.

ટીપ્પણી ગેરવ્યાજબી, પગલા લેવાશે

માજી ચીખલી તાલુકા ભાજપ પ્રમુખ ડૉ.અશ્વિન પટેલે જણાવ્યું હતું કે,ચીખલી ભાજપ ગ્રુપમાં જે પણ વ્યક્તિએ ગાંધીજી વિશે ટિપ્પણી કરી છે એ બિલકુલ ગેરવ્યાજબી છે.આ બિલકુલ યોગ્ય નથી.યુવાનની ઓળખ કરી લેવામાં આવી છે.તે ભાજપનો હોદ્દેદાર નથી.આ બાબતે ચોક્કસ કાર્યવાહી કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here