Sunday, November 28, 2021
Homeદિવ્યા ભટનાગરના મોત પર વિવાદ : એક્ટ્રેસના પતિ ગગન ગબરુ વિરુદ્ધ માત્ર...
Array

દિવ્યા ભટનાગરના મોત પર વિવાદ : એક્ટ્રેસના પતિ ગગન ગબરુ વિરુદ્ધ માત્ર મુંબઈમાં જ નહીં દિલ્હીમાં પણ ફરિયાદ કરવામાં આવશે

ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું સોમવાર, સાત ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. તે ન્યૂમોનિયા, કોવિડ 19 તથા હાયપરટેન્શન સામે ઝઝૂમતી હતી. જોકે, એક્ટ્રેસના પરિવારે દાવો કર્યો છે કે દિવ્યાની આ હાલત તેના પતિ ગગન ગબરુને કારણે થઈ હતી. પરિવાર માત્ર ગગન વિરુદ્ધ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દિલ્હીમાં પણ FIR કરાવશે.

દિવ્યાની કઝિન માનસીએ કહ્યું હતું, ‘જો એકવાર દીદી (દિવ્યા)એ અમને ગગન અંગે કહ્યું હોત તો આજે તે જીવિત હોત. તેમનું મોત માત્ર કોવિડ 19થી થયું નથી. ગગન બહુ જ ખરાબ વ્યક્તિ હતો અને તેની વિરુદ્ધ એક નહીં અનેક પુરાવા અમારી પાસે છે. અમે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. અમારો પૂરો પરિવાર દિલ્હીમાં રહે છે અને તેથી જ અમે દિલ્હીમાં પણ ફરિયાદ કરીશું.’

માનસીએ આગળ કહ્યું હતું, ‘મારી બહેનને તેણે બહુ જ ટોર્ચર કરી હતી. મુંબઈમાં દિવ્યાના મિત્ર તથા તેના પડોશીઓએ પણ પોલીસને નિવેદન આપી દીધું છે. અમે કોઈ પણ રીતે તેને જેલના સળિયા પાછળ જોવા ઈચ્છીએ છીએ. તેણે મારી બહેનની સાથે જે કર્યું, અમે નથી ઈચ્છતા કે હવે તે કોઈ અન્ય યુવતી સાથે આવું કરે. આગળ કઈ રીતે કાર્યવાહી કરવાની છે, તે પરિવાર સાથે મળીને નક્કી કરશે.’

દિવ્યાના ભાઈ દેવાશીષે ગગન પર આક્ષેપ મૂક્યો

આ પહેલાં દિવ્યાના ભાઈ દેવાશીષે ગગન પર આક્ષેપો મૂક્યા હતા. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે સાત નવેમ્બરના રોજ દિવ્યાનો એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ગગને તેને કેવી રીતે ટોર્ચર તથા અબ્યૂઝ કરી હતી. તે પત્ર દિવ્યાના વોર્ડરોબમાંથી મળી આવ્યો હતો. ડોમેસ્ટિક વાયોલન્સની એક ઘટના બાદ 16 નવેમ્બરના રોજ દિવ્યાએ ગગન વિરુદ્ધ NC ફાઈલ કરાવવા માટે પોલીસનો સંપર્ક પણ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments