વિધાનસભાનું ચોમાસુ સત્ર : નીતિન પટેલે કૉંગ્રેસના MLA નૌશાદ સોલંકીને કોન્ટ્રાક્ટર કહેતા વિવાદ, મોડી રાત સુધી ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં જ બેસી રહ્યા

0
0

21 સપ્ટેમ્બરથી શરૂ થયેલા પાંચ દિવસીય ગુજરાત વિધાનસભા સત્રની બીજા દિવસની કામગીરીમાં ગૃહમાં ખેડૂતોના પ્રશ્નોથી લઈને પાસા એક્ટ જેવા અનેક મુદ્દાઓ ગાજ્યા હતા. આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ચડસાચડસી જોવા મળી હતી. ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીને નિશાન બનાવતા તમને કોન્ટ્રાકટર તરીકે નવાજતા વિવાદ શરૂ થઈ ગયો હતો. આ રાજકીય ડ્રામા રાતના 11 વાગ્યા સુધી ચાલ્યો હતો. માત્ર એટલું જ નહીં, નૌશાદ સોલંકીએ પડકાર ફેંક્યો કે નીતિનભાઈ મેને કોન્ટ્રાકટર સાબિત કરે અથવા માફી માંગે નહીતર હું ગૃહમાં જ ગેલેરીમાં ધરણા કરીશ. જો કે પ્રારંભમાં વાતને હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ ગૃહનું કામકાજ પુરું થયા બાદ પણ નૌશાદ સોલંકી ગેલેરીમાં જ બેઠા રહ્યા હતા અને ખસવાનો ઈન્કાર થયો હતો.

રાત્રે 11 વાગ્યે કોંગ્રેસના નેતાઓ ગૃહમાં ગયા અને માંડ માંડ સોલંકીને બહાર લાવ્યા

તેઓ રાતનાં 11 વાગ્યા સુધી બહાર ન નીકળતા અંતે શાસક પક્ષે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓને સંદેશો મોકલીને નૌશાદ સોલંકીને સમજાવવા જણાવ્યું હતું. જેને કારણે રાત્રે 11 વાગ્યે કોંગ્રેસના નેતાઓ ગૃહમાં ગયા અને માંડ માંડ સોલંકીને બહાર લાવ્યા હતા. આ સોલંકીએ કહ્યું કે જો કોન્ટ્રાક્ટરની વાત હોય તો કયા મંત્રીઓના પુત્ર-પુત્રી સરકારી કોન્ટ્રાકટર છે તેના નામ રજૂ કરી શકું છું. તેમણે નીતિનભાઈ પર પણ નિશાન સાધ્યું હતું અને આજે પણ ગૃહમાં ધરણા યથાવત રાખવાની જાહેરાત કરી છે.

સરકારની નિષ્ફળતા વિધાનસભા ગૃહમાં ઉજાગર થઈ ગઈઃ ધાનાણી
​​​​​​​​​​​​​​

બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક નિવેદનમાં આ સરકારની નિષ્ફળતા વિધાનસભા ગૃહમાં ઉજાગર થઈ ગઈ છે. આ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવા માટે વાહિયાત આક્ષેપો કરે છે. પરંતુ કોંગ્રેસ આક્રમક બનીને લડશે અને ધારાસભ્યોના સ્વાભિમાન માટે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળીને સમગ્ર મામલે રજુઆત કરીને નીતિન પટેલે કરેલા વાહિયાત આક્ષેપો કરવાનો જે પ્રયાસ કર્યો છે તેને ઉજાગર કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here