કોમનવેલ્થ ગેમ્સ 2026 ના રોસ્ટરમાં હેમિલ્ટને ફરી શુટીંગને સમાવેશ ન કરતા વિવાદ

0
3

કોમનવેલ્થ ગેમ્સ 2026 ની યજમાનીની રેસમાં આગળ રહેલી હેમિલ્ટન શહેરની બિડ સમિતિએ શૂટિંગને રમતોની પ્રસ્તાવિત યાદીમાંથી બાકાત રાખી છે. અગાઉ બર્મિંગહામ 2022 ગેમ્સમાંથી પણ શૂટિંગને બાકાત રાખવામાં આવ્યું હતું. પરંતુ ભારતના દબાણને કારણે તેને તેમાં શામેલ કરવામાં આવ્યું હતું. જે બર્મિંગહામને બદલે ચંદીગઢમાં યોજાશે.

1970 સિવાય સિવાય 1966થી શૂટિંગ દરેક વખતે આ રમતોનો એક ભાગ રહી છે. હેમિલ્ટન 2026 ની રમતો બિડિંગ સમિતિના અધ્યક્ષ, ફ્રેપાર્ટીએ ઓનલાઇન કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે, શૂટિંગ તેમના પ્રસ્તાવનો ભાગ નથી.

‘ઇનસાઇડ ધ ગેમ ડોટ કોમ’ મુજબ, તેમણે કહ્યું, “આ ક્ષણે મને નથી લાગતું કે શૂટિંગ આ રમતોનો એક ભાગ છે.” ભારતીય ઓલિમ્પિક એસોસિએશન એ પણ આ રમતોની 2026 અથવા 2030 સીઝન યોજવામાં રસ દાખવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here