ટીવી સીરીયલ ‘રામ-સિયા કે લવ કુશ’ માં વાલ્મીકિને લઈને વિવાદ.

0
481

ટીવી સિરિયલ ‘ રામ – સિયા કે લવ કુશ ના ટેલિકાસ્ટ વિરુદ્ધ શનિવારના રોજ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પંજાબના વાલ્મીકિ સમુદાયે આ સિરિયલ નો વિરોધ કર્યો હતો. તો સાથે આ સમુદાય દ્વારા એવી પણ માંગ કરવામાં આવી હતી કે આ સિરિયલ ને બંધ કરાવવામાં આવે. જેને લઇને તે સમયે પંજાબમાં શોના ટેલિકાસ્ટ ને અટકાવી દેવામાં આવ્યો હતો.

પ્રદર્શનમાં જોડાયેલ એક વ્યક્તિ એવું રટણ કરી રહ્યો હતો કે, ” આ શોમાં ઇતિહાસની વાસ્તવિકતા બતાવવમાં આવતી નથી. જે બન્યું જ એવી એવી ઘટના દર્શકો ને બતાવવામાં આવે છે. જેને લઇને સમગ્ર વાલ્મીકિ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. વધુમાં વાલ્મીકિ સમુદાયના લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વિરોધ દરમિયાન અમે માત્ર બજાર જ બંધ રખાવશું. શાળા, કોલેજ કે હોસ્પિટલમાં અમે કોઈ અડચણ ઉભી નહીં કરીએ. આ માટે પહેલા પણ અમે જિલ્લા પ્રશાસન પાસે ટીવી ચેનલ વિરુધ્ધ એક્શન લેવાની પણ માંગ કરી હતી પરંતુ તેઓએ કઈ જવાબ ન આપતાં અમે શાંતિપૂર્ણ બંધનું આહ્વાન કરીએ છીએ. તો સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ શિવદુલાર સિંહ ઢિલ્લ ને પણ જણાવ્યું હતું કે, વાલ્મીકિ સમુદાયના આગેવાનો દ્વારા ટીવી સિરિયલ પર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, સિરિયલમાં વાલ્મીકિ વિશે ખોટી માહિતી પ્રદર્શિત કરવામાં આવી રહી છે જેનાથી તે સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here